For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરાડની કેલિફૉર્નિયાથી ધરપકડ

ભારતીય ખુફિયા એજન્સીના સૂત્રો મુજબ સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડના માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરાડની કેલિફૉર્નિયાથી ધરપકડ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

Sidhu Moose Wala Murder Case: પંજાબી ગાયક અને નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. ભારતીય ખુફિયા એજન્સીના સૂત્રો મુજબ સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડના માસ્ટરમાઈન્ડ ગોલ્ડી બરાડની કેલિફૉર્નિયાથી ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેલિફૉર્નિયામાં 20 નવેમ્બર કે તે પહેલા જ તેને ડિટેન કરી લેવામાં આવ્યો છે. જો કે, કેલિફૉર્નિયા સરકાર તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યુ નથી.

Sidhu Moose Wala

તમને જણાવી દઈએ કે ગોલ્ડી બરાડ સામે ઈન્ટરપૉલે રેડ કૉર્નર નોટિસ જાહેર કરી હતી. ગોલ્ડી બરાડે કેનેડામાં બેસીને સિદ્ધુ મૂસેવાલાની હત્યાનુ ષડયંત્ર રચ્યુ હતુ. ગેંગસ્ટર ગોલ્ડી બરાડ લૉરેન્સ બિશ્નોઈનો નજીક ગણાય છે. ગોલ્ડી બરાડે સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી. આ મામલે દિલ્લીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. બંને કૉલેજ સમયથી જ સાથે છે. સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે ગુરુવારે કેન્દ્ર સરકારને માંગ કરી હતી કે તેમના દીકરાના હત્યાના ષડયંત્રકારીની ધરપકડમાં મદદ કરતી કોઈ સૂચના આપનારને બે કરોડ રુપિયાના ઈનામની ઘોષણા કરવામાં આવે. હું પૈસા આપીશ. ભલે મારે જમીન વેચવી પડે.

સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારનાર ગેંગસ્ટર ગોલ્ડી બરાડે કહ્યુ હતુ કે સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો આદેશ આપવા બદલ તેને કોઈ પસ્તાવો નથી. ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ 2.50 સેકન્ડનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ગોલ્ડી બરાડે તેનો ચહેરો ઢાંકેલો હતો, તે કબૂલાત કરતો જોઈ શકાય છે કે તેણે સિદ્ધુ મૂસેવાલાને મારી નાખવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના થોડા દિવસ પહેલા સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા હટાવી દેવામાં આવી હતી.

સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના સંબંધમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પંજાબની માનસા પોલીસે કહ્યુ છે કે ગોલ્ડી બરાડને જ્યારે તેને ખબર પડી કે સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા હટાવવામાં આવી છે ત્યારે તેણે શૂટર્સને મૂસેવાલાને મારવા કહ્યુ હતુ . કેનેડાનો રહેવાસી ગોલ્ડી બરાડ સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના મુખ્ય આરોપીઓમાંનો એક છે. 28 મેના રોજ ગોલ્ડી બરાડે એ સૂચના આપી કે સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા ઘટાડવામાં આવી છે અને શૂટરોને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

English summary
Sidhu Moose Wala murder mastermind gangster Goldy Brar detained from California
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X