For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિદ્ધુ કે ચન્ની? કોંગ્રેસ તરફથી CM ચહેરા તરીકે કોણ છે જનતાની પસંદ, સામે આવ્યો મોટો સર્વે

એબીપી ન્યૂઝ ચેનલે સી વોટર સાથે મળીને એક સર્વે કર્યો છે અને પંજાબની જનતાને સવાલ કર્યો કે કોંગ્રેસે રાજ્યમાં કોના ચહેરો પર ચૂંટણી લડવી જોઈએ.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પંજાબમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી રાજકીય લોકો સાથે-સાથે જનતા માટે ઘણી રસપ્રદ બનવાની છે. બધા રાજકીય દળો પોત-પોતાની ચાલ સતત ચાલી રહ્યા છે. એક તરફ જયાં કોંગ્રેસે સીએમ બદલીને રાજ્યમાં મોટો દાવ ખેલ્યો છે. ત્યાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અલગ દેખાઈ રહ્યા છે. એવામાં જનતા માટે અને રાજકીય પંડિતો માટે એ મોટો સવાલ છે કે પંજાબમાં કોંગ્રેસની આવનારી ચૂંટણી કોના ચહેરા પર લડવી જોઈએ.

42 ટકા લોકોએ ચન્નીને ગણાવ્યા સીએમ માટેનો ચહેરો

42 ટકા લોકોએ ચન્નીને ગણાવ્યા સીએમ માટેનો ચહેરો

આ વિશે જાણવા માટે એબીપી ન્યૂઝ ચેનલે સી વોટર સાથે મળીને એક સર્વે કર્યો છે અને પંજાબની જનતાને સવાલ કર્યો કે કોંગ્રેસે રાજ્યમાં કોના ચહેરો પર ચૂંટણી લડવી જોઈએ. આ સવાલ પર 42 ટકા લોકોએ કહ્યુ કે સીએમ ચન્નીના ચહેરા પર ચૂંટણી મેદાનમાં ઉતરવુ જોઈએ.

23 ટકા લોકોએ સિદ્ધુને ગણાવ્યા સીએમને કાબેલ

23 ટકા લોકોએ સિદ્ધુને ગણાવ્યા સીએમને કાબેલ

આ ઉપરાંત નવજોત સિંહ સિદ્ધુ સાથે 23 ટકા લોકો સંમત દેખાયા. 23 ટકા લોકોએ કહ્યુ કે કોંગ્રેસે આ બંને ચહેરા પર ચૂંટણી ન લડવી જોઈએ. જ્યારે 12 ટકા લોકોએ કહ્યુ કે ખબર નથી.

કેપ્ટન અમરિંદરે ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણીને બનાવી રસપ્રદ

કેપ્ટન અમરિંદરે ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણીને બનાવી રસપ્રદ

તમને જણાવી દઈએ કે પંજાબમાં આ વખતે ઘણા ઓપિનિયન પોલમાં આમ આદમી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરતી દેખાઈ રહી છે. જ્યારે કોંગ્રેસ બીજા નંબરે છે. જો કે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદથી કેપ્ટન અમરિંદરે ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણીને વધુ મુશ્કેલ બનાવી દીધી છે.

English summary
Sidhu or Channi? Who is the CM face from the Congress? A big survey came up.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X