For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંક્રમિત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ફેફસામાં ઈન્ફેક્શનના સંકેતઃ હોસ્પિટલ

કોરોના વાયરસ સંક્રમિત ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત માટે ડૉક્ટરોને સતત બગડવાના સંકેત મળી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ સંક્રમિત ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત માટે ડૉક્ટરોને સતત બગડવાના સંકેત મળી રહ્યા છે. બુધવારે હોસ્પિટલ તરફથી જારી હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યુ છે કે હવે પૂર્વ રાષ્ટ્રપતિના ફેફસામાં ઈન્ફેક્શનના સંકેત દેખાઈ રહ્યા છે. હાલમાં તેમની હાલતમાં કોઈ સુધારો નથી. તેમનો ઈલાજ હાલમાં વેંટિલેટર પર થઈ રહ્યો છે. હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યુ કે ડૉક્ટરોની એક વિશેષ ટીમ તેમના નિરીક્ષણમાં લાગેલી છે.

પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઈ ફેરફાર નથી

પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઈ ફેરફાર નથી

તમને જણાવી દઈએ કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મગજની સર્જરી માટે 10 ઓગસ્ટે દિલ્લી છાવણીની સૈન્ય હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનુ ઑપરેશન કરવામાં આવ્યુ અને ત્યારથી તે કોમામાં છે. ડૉક્ટરોએ તેમના કોરોના પૉઝિટીવ હોવાની પુષ્ટિ કરી હતી. પ્રણવ મુખર્જીની તબિયત વિશે હોસ્પિટલ તરફથી રોજ હેલ્થ બુલેલિટ જારી કરીને માહિતી આપવામાં આવી રહી છે. મંગળવારે હોસ્પિટલે જણાવ્યુ હતુ કે પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઈ ફેરફાર નથી થયો. તે હજુ પણ વેંટીલેટર પર છે.

પ્રણવ મુખર્જીની હાલત ઑપરેશન બાદથી ગંભીર

ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રણવ મુખર્જીના દીકરા અભિજીત મુખર્જીએ મીડિયાને માહિતી આપીને જણાવ્યુ હતુ કે તેમના પિતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ, 'મારા પિતા સ્થિર છે. તેમના મુખ્ય પેરામીટર નિયંત્રણમાં છે. તેમાં સુધારાના સકારાત્મક સંકેત દેખાયા છે.' તમને જણાવી દઈએ કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત ઑપરેશન બાદથી ગંભીર બનેલી છે. તે દિલ્લી સ્થિત આર્મી હોસ્પિટલમાં ભરતી છે.

84 વર્ષના પ્રણવ મુખર્જી 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં ભરતી

84 વર્ષના પ્રણવ મુખર્જી 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં ભરતી

પ્રણવ મુખર્જી હાલમાં વેંટીલેટર સપોર્ટ પર છે. તેમની તબિયત છેલ્લા ઘણા દિવસોથી ગંભીર હતી પરંતુ આજે સુધારો દેખાયો હતો. આ પહેલા મંગળવારે સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે કહ્યુ હતુ કે પ્રણવ મુખર્જીની મેડિકલ સ્થિતિમાં કોઈ ફેરફાર નથી થયો. તે હજુ પણ વેંટીલેટર સપોર્ટ પર છે અને તેમના મહત્વપૂર્ણ પેરામીટર સ્થિર છે. 84 વર્ષના પ્રણવ મુખર્જી 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં ભરતી છે. તેમની બ્રેઈન સર્જરી થોડા દિવસ પહેલા થઈ હતી.

ઝાંસીમાં સુરક્ષિત મળ્યા હાઈજેક થયેલી બસના 34 મુસાફરો, ફાઈનાન્સર લઈ ગયો હતો બસઝાંસીમાં સુરક્ષિત મળ્યા હાઈજેક થયેલી બસના 34 મુસાફરો, ફાઈનાન્સર લઈ ગયો હતો બસ

English summary
Signs of infection in lungs of former President Pranab Mukherjee no improvement in health.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X