Video: સાયલન્ટલી ગરબે ઘૂમ્યા મુંબઇગરાઓ

આ વર્ષે મુંબઇમાં ખેલૈયાઓ 'સાયલન્ટ ગરબા'ની મજા માણતા નજરે પડ્યા હતા.

નવરાત્રી સંગીત અને નૃત્યનો તહેવાર છે, પરંતુ મુંબઇમાં આ તહેવાર કંઇક અલગ રીતે ઉજવાયો હતો. મુંબઇના મલાડમાં આવેલ રાજમહલ બેન્ક્વેટમાં ખેલૈયાઓએ 'સાયલન્ટ ગરબા'નો આનંદ માણતા નજરે પડ્યા હતા. તમને થશે કે, 'સાયલન્ટ ગરબા' એટલે શું વળી? 'સાયલન્ટ ગરબા' એટલે અહીં મોટા અવાજે સ્પીકર પર કોઇ ગરબા નહોતા વાગતા, પરંતુ દરેક રમાનારાએ પોતાના કાનમાં હેડફોન્સ રાખ્યા હતા અને સૌ પોતાને ગમતા સંગીતના તાલે નાચી રહ્યા હતા.

silent garba mumbai

મુંબઇના મલાડ પંડાલમાં સાંજે 7થી રાત્રે 10 વાગ્યા સુધી લાઇ સંગીત પર ગરબા થાય છે અને રાત્રે 11થી 2 દરમિયાન 'સાયલન્ટ ગરબા' રમાય છે. ધ્વનિ પ્રદુષણને ધ્યાનમાં રાખતા શહેરોમાં રાત્રે મોડે સુધી લાઉડ સ્પીકર વગાડવાની છૂટ નથી, આથી ગરબા આયોજકોએ 'સાયલન્ટ ગરબા'નો કોનસેપ્ટ શોધ્યો છે. આ રીતના ગરબાના બે ફાયદા કહી શકાય, એક તો તમે પોતાના ગમતા ગીત પર નાચી શકો અને બીજું કે નોઇઝ પોલ્યુશનનો સવાલ જ નહીં. વર્ષ 2016માં આવેલ કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' તમને યાદ હશે. એ ફિલ્મમાં રણબીર કપૂર અને અનુષ્કા શર્મા સાયલન્ટ ડિસ્કોમાં આ જ રીતે હેડફોન્સ લગાવી પોતાના ગમતા ગીત પર નાચતા જોવા મળે છે. આ 'સાયલન્ટ ગરબા'નો કોનસેપ્ટ ત્યાંથી જ લેવામાં આવ્યો હોય એવું બની શકે.

સાયલન્ટલી ગરબે ઘુમતા મુંબઇગરાઓનો વીડિયો જુઓ અહીં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X