ફરી વિવાદમાં સોનુ નિગમ, ટ્વીટ કર્યો અઝાનનો વીડિયો

Written By:
Subscribe to Oneindia News

ગત સોમવારના રોજ અઝાન અંગે એક ટ્વીટ કર્યા બાદ સોનુ નિગમ ચારેબાજુથી ઘેરાઇ ગયા છે. આ વિવાદ શમવાનું નામ નથી લેતો, પત્રકાર પરિષદ અને મુંડન કર્યા બાદ હવે સોનુએ અઝાન અંગે ફરીથી એક ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં અઝાનનો અવાજ સ્પષ્ટ સાંભળી શકાય છે.

sonu nigam

અહીં વાંચો - સોનુ નિગમે આપ્યું સ્પષ્ટીકરણ, હું મુસ્લિમ વિરોધી નથી..

પોતાના આ ટ્વીટ દ્વારા સોનુએ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે, તેમના ઘરે આખી અઝાનનો અવાજ સ્પષ્ટ સંભળાય છે અને આ અંગે તેઓ ખોટું નથી બોલી રહ્યાં. સોનુના ગત સોમવારના ટ્વીટને મુસ્લિમ-વિરોધી ગણાવનાર કેટલાક લોકોએ શંકા વ્યક્ત કરી હતી કે, લાઉડસ્પીકરનો અવાજ સોનુના ઘર સુધી પહોંચતો જ નથી. આથી સોનુએ પોતાની વાત સાબિત કરતાં આ વીડિયો પોસ્ટ કર્યો અને સાથે લખ્યું છે, ગુડ મોર્નિંગ ઇન્ડિયા.

અઝાનના અવાજથી ઊડી જાય છે ઊંઘ

ઉલ્લેખનીય છે કે, ગત સોમવારે સોનુ નિગમે ટ્વીટ કર્યું હતું કે, હું મુસ્લિમ નથી, આમ છતાં મારે રોજ સવારે મસ્જિદની અઝાનના અવાજથી કેમ ઉઠવું પડે છે. તેમણે પોતાના ટ્વીટમાં કીર્તન અને ગુરુદ્વારાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમનો ઇશારો અઝાનમાં ઉપયોગમાં લેવાતા લાઉડસ્પીકર તરફ હતો. તેમણે પોતાના અન્ય એક ટ્વીટમાં લખ્યું હતું, મોહમ્મદે જ્યારે ઇસ્લામની સ્થાપના કરી, ત્યારે વીજળી નહોતી. પરંતુ એડિસનની શોધ બાદ હવે આ રિવાજની શું જરૂર છે?

English summary
Singer Sonu Nigam on Sunday wished India ‘Good morning’ but in a different style. In order to give a proof, he shared a video of azaan which can be heard loud and clear from his apartment.
Please Wait while comments are loading...