For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઐતિહાસિક નિર્ણય: સિંગુર જમીન મામલે ટાટાનું "ટાટા" થઇ ગયું!

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે કોલકત્તા હાઇકોર્ટના નિર્ણયને ફગાવતા સિંગુરના નૈનો પ્રોજેક્ટ માટે ટાટા મોટર્સના જમીન અધિગ્રહણને રદ્દ કરી દીધું છે. આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળની સરકારને કહ્યું છે કે તે સિંગૂરની જમીન પોતાના હસ્તગત લઇને ખેડૂતોને તેમની જમીન 12 અઠવાડિયામાં પાછી આપે. સાથે જ તેમણે કહ્યું કે તે વખતને લેફ્ટ સરકારે જમીન અધિગ્રહણ દ્વારા ટાટા કંપનીને ફાયદો પહોંચાવ્યો હતો.

મમતા બેનર્જી
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે "આ નિર્ણય સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મને પૂર્ણ વિશ્વાસ છે કે સિંગુરમાં આજે ઉત્સવ મનાવવામાં આવશે." તેમણે 2 સપ્ટેમ્બરે એક કાર્યક્રમ યોજી ખેડૂતાને સન્માની આ નિર્ણયની ઉજવણી કરવાની વાત પણ કરી હતી.

ratan tata

ખેડૂતોને રાહત
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે સરકાર તરફથી આપવામાં આવેલ વળતર ખેડૂતોને સરકારને પાછું આપવાની જરૂર નથી. કારણ કે ખેડૂતો પાછલા 10 વર્ષથી પોતાની જમીનથી વંચિત છે. માટે વળતર પાછું કરવાનો કોઇ સવાલ જ નથી ઊભો થતો.

શું હતો પૂરો મુદ્દો?
એક દાયકા પહેલા સિંગુરમાં ટાટા મોર્ટસને વામ મોર્ચા સરકારે નેનો પ્રોજેક્ટ માટે 997 એકડ ભૂમિ આપી હતી. પણ લોકોએ આ અંગે ભારે વિરોધ નોંધાવ્યો હતો. અને તેની હિંસામાં અનેક લોકોના પ્રાણ પણ ગયા હતા. અને તે સમયે આ વિરોધ ખુદ હાલના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કર્યા હતો.

English summary
Singur Plant sc quashes acquistion orders bengal govt to return land
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X