For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SITને સોંપાઇ ચેન્નાઇ રેલવે સ્ટેશન વિસ્ફોટની તપાસ

|
Google Oneindia Gujarati News

ચેન્નાઇ, 1 મે : આજે સવારે ચેન્નાઇ રેલવે સ્ટેશન ખાતે ગુવાહાટી-બેંગલોર એક્સપ્રેસમાં થયેલા વિસ્ફોટની તપાસ હવે વિશેષ તપાસ ટીમ એટલે કે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT-સીટ) કરશે. આ દુર્ઘટનામાં ટીસીએસની એક મહિલા કર્મચારીની મોત થઇ હતી, જ્યારે 11 મુસાફરો ઘવાયા હતા.

તમિલનાડુ પોલીસના મહાનિર્દેશક કે રામાનુજમે જણાવ્યું કે રેલવે પોલીસ દ્વારા વિસ્ફોટો સંબંધમાં કેસ નોંધાઇ ગયા બાદ એક વિશેષ તપાસ ટીમ - સીટ દ્વારા તપાસ કરવામાં આવશે.

રામાનુજમે જણાવ્યું કે 'આ કોઇ મોટો વિસ્ફોટ નથી. એમ લાગી રહ્યું છે કે વિસ્ફોટ કરનારાઓનું નિશાન ચેન્નાઇ નહીં હોય. કારણ કે ટ્રેન વિલંબથી ચાલી રહી હતી. કોઇ અન્ય સ્થાન જ નિશાના પર હતું.'

chennai-blast

પોલીસ પાસે આ બાબતમાં તત્કાળ કોઇ પુરાવા કે અન્ય કડીઓ નથી. વિસ્ફોટો પાછળ કોનો હાથ હોઇ શકે તે અંગે પણ કોઇ માહિતી નથી. વિસ્ફોટ કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કહેવું પણ ઉતાવળ ભર્યું રહેશે. કારણ કે ટ્રેનને વધારે નુકસાન પહોંચ્યું નથી.

આજે સવારે અંદાજે 7.25 વાગે ચેન્નાઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર 9 પર ઉભેલી ટ્રેન ગુવાહાટી બેંગલોર એક્સપ્રેસમાં બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક અહેવાલ અનુસાર આ બ્લાસ્ટમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે 10 અન્ય વ્યક્તિઓ ઘાયલ થઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રેન રેલવે પ્લેટફોર્મ પર આવીને ઉભી રહી હતી કે તરત જ તેમાં ધમાકો થયો હતો. આ બ્લાસ્ટ ટ્રેનના ડબ્બા નંબર એસ 4 અને એસ5માં થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ બંને કોચ અત્યંત ખરાબ રીતે નુકસાન પામ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે ચેન્નાઇ રેલવે સ્ટેશન પર આવો બ્લાસ 15 વર્ષ બાદ થયો છે. મહંતી એક્સપ્રેસ તરીકે જાણીતી ગુવાહાટી બેંગલોર એક્સપ્રેસમાં થયેલા વિસ્ફોટની ગૃહ મંત્રાલયે પુષ્ટિ કરી છે.

English summary
SIT will investigate Chennai Railway station blast
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X