મેઘાલયમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, 6 લોકોનું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

શનિવારે મેઘાલયમાં સતત થયેલા વરસાદને કારણે ભારે ભૂસ્ખલન થયું હતું, જેમાં 6 લોકોના મૃત્યુના સમાચાર છે. આ સિવાય એક વ્યક્તિના ગુમ થયા હોવાની અને 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના અધિકારીએ જણાવ્યું કે, રી-ભોઇ જિલ્લાના થારિયા વિસ્તારમાં એક ઇન્ડસ્ટ્રિયલ યૂનિટમાં લેન્ડસ્લાઇડને કારણે પાંચ સૂતેલા લોકોનું મૃત્યુ થયું હતું. 60 વર્ષની એક વૃદ્ધ મહિલા ગુમ થઇ છે. આ માટે રવિવારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. એસડીએરએફના અધિકારીએ જણાવ્યું કે, મૃતકોમાં મોટાભાગના મજૂર હતા, જે વેનીર પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતા હતા.

meghalaya

અન્ય એક ઘટનામાં પૂર્વ ખાસી પહાડી જિલ્લામાં એક વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે એક બાળકનું મૃત્યુ થયું હતું. ભૂસ્ખલનમાં એક ઘર પડી જતાં નીચે બાળકી દબાઇ ગઇ હતી. બાળકીને મળબા હેઠળથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકો અને તેમના પરિવાર માટે મુખ્યમંત્રી મુકુલ સંગામાએ શોક વ્યક્ત કર્યો હતો અને ઇન્ડસ્ટ્રિયલ યૂનિટમાં સુરક્ષા વ્યવસ્થાના આદેશ આપ્યા હતા. આ સિવાય સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીને પણ રાજ્ય સરકારે આદેશ આપ્યા હતા કે, કુદરતી આપત્તિના સમયે જાન-માલના નુકસાનને ઓછું કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવે.

English summary
Six people killed the landslides Meghalaya.
Please Wait while comments are loading...