For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશમાં છોકરીઓ માટે સ્કીલ સ્કૂલ ખોલવામાં આવશે - પ્રિયંકા ગાંધી

રાજકીય પક્ષો 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે તમામ પ્રકારના વચનો આપી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

લખનઉ : રાજકીય પક્ષો 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે તમામ પ્રકારના વચનો આપી રહ્યા છે. આ ક્રમમાં કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ વધુ એક ચૂંટણી વચન આપ્યું છે. પ્રિયંકા ગાંધીના વચનોથી જ્યાં અન્ય રાજકીય પક્ષોની બેચેની વધી ગઈ છે. તો ત્યાં જ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં પોતાનું ખોવાયેલું રાજકીય મેદાન પાછું મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

દરેક જિલ્લામાં છોકરીઓ માટે કૌશલ્ય શાળાઓ ખોલવામાં આવશે

દરેક જિલ્લામાં છોકરીઓ માટે કૌશલ્ય શાળાઓ ખોલવામાં આવશે

પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારના રોજ ટ્વિટ કરીને ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં છોકરીઓ માટે કૌશલ્ય શાળાઓ ખોલવાનું વચન આપ્યું છે. પ્રિયંકા ગાંધીએ લખ્યું,વીરાંગના ઝલકારી બાઈજીને શ્રદ્ધાંજલિ. કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય કર્યો છે કે, જો સરકાર બનશે તો ઝલકારી બાઈજી જેવી વિરાંગનાઓના નામે દરેક જિલ્લામાં છોકરીઓમાટે કૌશલ્ય શાળાઓ ખોલવામાં આવશે. કૌશલ્ય શાળાઓમાં કન્યાઓને કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવશે. #લડકી_હું_લડ_શકતી_હું.

કોંગ્રેસ પાર્ટીએ મહિલાઓ માટે એક અલગ મેનિફેસ્ટો તૈયાર કર્યો

કોંગ્રેસ પાર્ટીએ મહિલાઓ માટે એક અલગ મેનિફેસ્ટો તૈયાર કર્યો

આ પહેલા પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય પ્રિયંકાએ મહિલાઓ માટે ઘણા મોટાવાયદા પણ કર્યા છે.

આ વચનોને લઈને એક અલગ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લગભગ 7 કરોડ મહિલા મતદારો છે. 3 થી 4 કરોડમહિલા મતદારો સુધી પહોંચવા માટે કોંગ્રેસ એક મોટું જનસંપર્ક અભિયાન શરૂ કરવા જઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીએ હાલમાં જ આ અંગેની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ મહિલાઓ માટે એક અલગ મેનિફેસ્ટો તૈયાર કર્યો છે.

કોંગ્રેસ તમામ સીટો પર એકલા હાથે લડશે

કોંગ્રેસ તમામ સીટો પર એકલા હાથે લડશે

પ્રિયંકા ગાંધી વાડ્રાએ કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું હતું કે, ' ઉત્તર પ્રદેશની ચૂંટણી કરો યા મરોની છે'. એટલું જ નહીં, પ્રિયંકાએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાંપોતાના દમ પર ચૂંટણી લડશે. અમે ઉત્તર પ્રદેશમાં કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરીએ.

અમે અહીં કોંગ્રેસને મજબૂત કરવા આવ્યા છીએ, કારણ કે કોંગ્રેસ આ દેશમાટે ઉભી છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ ઓછા શબ્દોમાં વધુમાં કહ્યું કે, હવે કરો યા મરોનો સમય આવી ગયો છે. આપણે હવે કંઈક એવું કરવું પડશે કે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનો ઝંડો દરેક ઘરમાં લહેરાવવો જોઈએ.

English summary
Skill school to be opened for girls in Uttar Pradesh said Priyanka Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X