એક બલ્બ અને એક પંખાનું બિલ આવ્યું 57 લાખ, સાંભળીને જ ખેડૂતના હોશ ઉડ્યા
એક બલ્બ અને એક પંખાનું બિલ આવ્યું 57 લાખ, સાંભળીને જ ખેડૂતના હોશ ઉડ્યા
ઉત્તર પ્રદેશના હાપુડમાં વિજળી વિભાગની વિકરાટ લાપરવાહી સામે આવી છે. વિભાગે ખેડૂતને ઘરેલૂ કનેક્શનનું વીજળીનું બિલ 57 લાખ રૂપિયાનું થમાવી દીધું. પોતાના ઘરના એક બલ્બ અને એક પંખાનું બિલ સાંભળતા જ ખેડૂતના હોશ ઉડી ગયા.

ધોલાના ક્ષેત્રના ગામ બઝૈડા કલા નિવાસી રહિસે મે મહિનામાં વીજળીનું બિલ 2197 રૂપિયા જમા કરાવ્યું હતું. આઠ બાળકોના પિતા રહીસ મેહનત મજૂરી કરી પોતાના પરિવારનું પાલન પોષણ કરી રહ્યા છે. જૂનથી જુલાઈ મહિનામાં ઉપભોક્તાના ઘરેલૂ 2 કિલોવોટ કનેક્શનનું વીજળીનું બિલ 57 લાખ 76 હજાર 975 રૂપિયા આવ્યું, જેમાં 10 લાખથી વધુ યૂનિટ ખર્ચ થયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. રહીસે સંબંધિત અધિકારીઓને આ વિષય અંગે જાણકારી આપી તો અધિકારી પણ દંગ રહી ગયા.
ઘરે પહોંચીને રહીસે પત્નીને જેવું બિલ વિશે જણાવ્યું કે તે બેભાન જ થઈ ગઈ. પત્ની બેભાન થઈ જમીન પર પટકાતાં બાળકો અને પતિ પણ સદમામાં ચાલ્યા ગયા. આ મામલામાં મુખ્ય ઈજનેર આરપીએસ તોમરનું કહેવું છે કે તેમણે ક્ષેત્રના અધિકારીઓને તાત્કાલિક સમસ્યાનું સમાધાન કરી તેમને અવગત કરાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે કાર્યકારી ઈજનેરને મામલાની તપાસ કરી દોષી પર કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે. જ્યારે ઉપખંડ અધિકારી અશ્વિની બેદીનું કહેવું છે કે મીટર રીડરની ભૂલને કારણે બિલ ખોટું પહોંચ્યું છે, જેને ઠીક કરી દેવામાં આવશે.












Click it and Unblock the Notifications
