For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખરે ખુદ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું, તેઓ છે માત્ર 12 પાસ

આખરે ખુદ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું, તેઓ છે માત્ર 12 પાસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર તેમની ડિગ્રીને લઈ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. તેમની ડિગ્રીને લઈ તમામ વિપક્ષી દળોએ તેમના પર નિશાન સાધ્યું હતું, પરંતુ આખરે ખુદ સ્મૃતિ ઈરાનીએ આ તમામ અટકળો પર વિરામ લગાવી દીધો છે. પૂર્વ માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીએ ખુદ આ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમણે માત્ર 12મા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે, જ્યારે સ્નાતકનો અભ્યાસ તેઓ પૂર્ણ ન કરી શકયાં. આ વાતની જાણકારી સ્મૃતિ ઈાનીએ પોતાના નામાંકન દરમિયાન શપથ પત્રમાં આપી છે.

ડિગ્રીને લઈ ઉભોય થયો હતો વિવાદ

ડિગ્રીને લઈ ઉભોય થયો હતો વિવાદ

અગાઉ જ્યારે સ્મૃતિ ઈરાનીની ડિગ્રીને લઈ વિવાદ થયો હતો તો ખુદ સ્મૃતિ ઈરાનીએ વિપક્ષના તમામ આરોપો એમ કહીને ફગાવી દીધા હતા કે તેઓ સ્નાતક છે. પરંતુ અમેઠીમાં પોતાના નામાંકન પત્રમાં તેમણે આ વાતની જાણકારી આપી છે કે તેમણે માત્ર 12મી સુધીનો અભ્યાસ કર્યો છે. પોતાની શૈક્ષણિક જાણકારી આપતા સ્મૃતિ ઈરાનીએ કહ્યુ્ં કે તેમણે 1991માં 10મીનો અભ્યાસ પૂર્ણ કર્યો, 12મીનો અભ્યાસ 1993માં પૂર્ણ કર્યો. સાથે જ તેમણે એમ પણ જાણકારી આપી છે કે બીકોમ માટે તેમણે પોતાનું એડમિશન કરાવ્યું હતું, પરંતુ તેઓ બિકોમ પૂરું ન કરી શક્યાં.

ફર્સ્ટ યરમાં જ અભ્યાસ છોડ્યો

ફર્સ્ટ યરમાં જ અભ્યાસ છોડ્યો

સ્મૃતિ ઈરાનીએ જાણકારી આપી છે કે બીકોમ માટે તેમણે 1994માં દિલ્હી યૂનિવર્સિટીની સ્કૂલ ઑફ ઓપેન લર્નિંગમાં દાખલો લીધો હતો. પરંતુ તેઓ પહેલા વર્ષ બાદ જ તેને પૂર્ણ ન કરી શક્યા અને સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યા વિના જ છોડી દીધો. ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઈરાની દેશના શિક્ષણ મંત્રી રહી ચૂક્યાં છે, જો કે બાદમાં વિવાદ ઉઠ્યા બાદ તેમને કપડા મંત્રી બનાવવામાં આવ્યાં હાં. હાલ અમેઠીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર છે.

રાહુલ ગાંધી સાથે સીધી મુલાકાત

રાહુલ ગાંધી સાથે સીધી મુલાકાત

પાછલી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીથી સ્મૃતિ ઈરાનીએ ચૂંટણી લડી હતી અને રાહુલ ગાંધીને આકરી ટક્કર આપી હતી, જો કે ગત ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે ભાજપને વિશ્વાસ છે કે સ્મૃતિ ઈરાની અહીંથી જીત હાંસલ કરી શકે છે. અમેઠીથી મહાગઠબંધને કોઈ ઉમેદવાર ઘોષિત નથી કર્યો. ઉલ્લેખનીય છે કે આ વખતે રાહુલ ગાંધી પોતાની પરંપરાગત સીટ અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડી રહ્યા છે.

લોકસભા ચૂંટણી 2019: સોનિયા ગાંધીના રોડ શોમાં ફરકાવાયા બે ઝંડા, જાણો કેમ? લોકસભા ચૂંટણી 2019: સોનિયા ગાંધીના રોડ શોમાં ફરકાવાયા બે ઝંડા, જાણો કેમ?

English summary
Smriti Irani admits she is only 12th class pass did not complete her graduation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X