For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીના રાજીનામાના સવાલ પર સ્મૃતિ ઈરાની બોલ્યાં- જય શ્રી રામ

રાહુલ ગાંધીના રાજીનામાના સવાલ પર સ્મૃતિ ઈરાની બોલ્યાં- જય શ્રી રામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આખરે બુધવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું. રાહુલ ગાંધીએ પોતાનું રાજીનામાની કોપી ટ્વીટર પર શેર કરી છે. ચાર પત્તાના પોતાના રાજીનામામાં તેમણે લખ્યું કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે 2019 લોકસભા ચૂંટણીની હાર માટે હું જવાબદાર છું. અમારી પાર્ટીના ભવિષ્યના વિકાસ માટે જવાબદેહી મહત્વપૂર્ણ છે. મેં કોંગ્રેસ અધ્યક્ષના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જ્યારે તેમના રાજીનામા પર સ્મૃતિ ઈરાનીએ જય શ્રી રામ કહ્યું.

રાહુલ ગાંધીના રાજીનામા પર શું બોલ્યાં સ્મૃતિ ઈરાની

રાહુલ ગાંધીના રાજીનામા પર શું બોલ્યાં સ્મૃતિ ઈરાની

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને જ્યારે રિપોર્ટર્સે રાહુલ ગાંધીના રાજીનામાને લઈને સવાલ કર્યો તો ઈરાનીએ જવાબમાં માત્ર જય શ્રી રામ કહ્યું અને ચાલ્યા ગયાં. જ્યારે બીજી તરફ ભાજપના નેતા નલિન કોહલીએ કહ્યું કે કોંગ્રેસ પરિવાર કેન્દ્રિત પાર્ટી છે. ત્યાં આશિર્વાદથી અધ્યક્ષ બને છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2019માં ઈરાનીએ રાહુલ ગાંધીને તેમના ગઢ અમેઠીમાં લગભગ 50 હજાર વોટના અંતરથી હરાવ્યા. રાહુલ જો કે કેરળની વાયનાડ સીટ પરથી જીતીને લોકસભા પહોંચી ગયા.

કોંગ્રેસના અધ્યક્ષ બનવું ગૌરવની વાત

રાહુલ ગાંધીએ ટ્વીટર કરી લખ્યું કે- કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવું મારા માટે ગર્વની વાત છે. કોંગ્રેસ પાર્ટીની સેવા કરવી મારા માટે ગર્વનો વિષય છે, જે પાર્ટીની નીતિઓ અને સિદ્ધિઓથી દેશનો વિકાસ થયો છે. દેશ અને પાર્ટીથી મળેલ પ્રેમ માટે હું આભારી છું. તેમણે આગળ લખ્યું કે લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલ હારની હું જવાબદારી લઉં છું. અમારી પાર્ટીના વિકાસ માટે જવાબદેહી મહત્વપૂર્ણ છે. આ કારણે મેં કોંગ્રેસ અધ્યક્ષ દેથી રાજીનામું આપી દીધું છે. રાહુલ ગાંધીએ લખ્યું કે 2019ની અસફળતા માટે અન્ય લોકોએ પણ જવાબદારી લેવી જોઈએ.

કોઈપણ યુદ્ધથી પાછળ નથી હટી રહ્યો

કોઈપણ યુદ્ધથી પાછળ નથી હટી રહ્યો

રાહુલ ગાંધીએ આગળ લખ્યું કે હું કોઈ રૂપે આ યુદ્ધથી પાછળ નથી હટી રહ્યો. હું કોંગ્રેસ પાર્ટીનો સાચો સિપાહી, ભાતને સમર્પિત દીકરો છુ્ં અને મારા અંતિમ શ્વાસ સુધી દેશની સેવા કરતો રહીશ. રાહુલ ગાંદીએ આગળ લખ્યું કે, અમે 2019ની કોઈ એક પાર્ટી વિરુદ્ધ ચૂંટણી નથી લડી. બલકે સરકારની આખી મશીનરી વિરુદ્ધ ચૂંટણી લડી છે. અમે વિપક્ષ વિરુદ્ધ કામ કરતા દરેક સંસ્થાન વિરુદ્ધ ચૂંટણી લડી. આ બધું હવે સંપૂર્ણ રીતે સાફ થઈ ગયું છે કે અમારી સંસ્થાઓનોની નિષ્પક્ષતા હવે બાકી નથી રહી. દેશના સંસ્થાનો પર કબ્જો કરવાનું આરએસએસનું સપનું હવે પૂરું થઈ ગયું છે. આપણા દેશનું લોકતંત્ર હવે કમજોર થઈ રહ્યું છે. જે દેશ માટે મોટો ખતરો છે.

રાહુલ ગાંધીના રાજીનામાં બાદ કોણ બનશે કોંગ્રેસના અધ્યક્ષ? આ 4 નામ સૌથી આગળરાહુલ ગાંધીના રાજીનામાં બાદ કોણ બનશે કોંગ્રેસના અધ્યક્ષ? આ 4 નામ સૌથી આગળ

English summary
smriti irani said jay shri ram on rahul gandhi's resignation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X