For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિઝલ્ટની 24 કલાક પહેલા સ્મૃતિ ઈરાની કોને કહ્યું 'Thank You', જાણો

રિઝલ્ટની 24 કલાક પહેલા સ્મૃતિ ઈરાની કોને કહ્યું 'Thank You', જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના રિઝલ્ટમાં હવે ગણતરીની જ કલાકો બાકી છે. એવામાં તમામ લોકો એ વાતનો ઈંતજાર કરી રહ્યા છે કે આખરે આ વખત જનતાનો ફેસલો શું હશે? જ્યારે ચૂંટણી ખતમ થયા બાદ આવેલ એક્ઝિટ પોલમાં ફરી કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનની રકાર બનાવવાની સંભાવના જતાવવામાં આવી છ. એક્ઝિટ પોલના અનુમાન મુજબ ભાજપી નતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ચૂંટણી પરિણામો પહેલા કેટલાંય ટ્વીટ કર્યાં છે, જેમાં તેમણે મતદાતાઓને પ્રતિ આભાર વ્યક્ત કર્યો છે, સાથે જ વિપક્ષી દળો પર પણ નિશાન સાધ્યું છે.

ભારતના ટુકડાઓ થશે કહેનારની વિરુદ્ધમાં મતદાતાઓએ વોટ નાખ્યો

ભારતના ટુકડાઓ થશે કહેનારની વિરુદ્ધમાં મતદાતાઓએ વોટ નાખ્યો

સ્મૃતિ ઈરાનીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે 'આ ચૂંટણી સામાન્ય જનતા અને વિપક્ષી દળો વચ્ચે હતી. ભારતના મતદાતાઓએ એવા અરાજકતાવાદિઓ વિરુદ્ધ વોટ નાખ્યા છે જેઓ ઉભા થઈ બુમો પાડી રહ્યા હતા કે ભારતના ટુકડા થશે. હું તેવા નાગરિકોને આભાર કહેવા માંગુ છું જેમણે ભારત અને તેના ભવિષ્ય પર પૂરો ભરોસો કર્યો.'

સ્મૃતિએ મતદાતાઓને કહ્યું આભાર

સ્મૃતિ ઈરાનીએ વધુ એક ટ્વીટમાં લખ્યું કે, "24 કલાક બાદ.. જ્યારે અમારામાંથી મોટાભાગના લોકો કાલે ટીવી જોઈ રહ્યા હશે અને સીટ દરનો હાલ જાણવાની કોશિશ કરશે, તેનું વિશ્લેષણ કરશે, એવામાં મને અવસર મળી રહ્યો છે કે તે લોકોનો આભાર જતાવી શકું જેમણે મારી પાર્ટી અને અમારા નેતૃત્વ માટે પોતાના આશીર્વાદ આપ્યા છે."

પાર્ટી કાર્યકર્તાઓને લઈ કર્યું ખાસ ટ્વીટ

ભાજપી નેતાએ વધુ એક ટ્વીટમાં પાર્ટી કાર્યકર્તાઓના નિઃસ્વાર્થ ભાવથી કામ કરવા, આકરી મહેનતના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે, અમે કેરળ અને પશ્ચિમ બંગાળમાં જીવ ગુમાવનાર પાર્ટી કાર્યકરોના પરિવારો માટે સચેત છીએ. મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ક્યારેય કોઈ શબ્દ પર્યાપ્ત નહી હોય. જો કે, સૌથી સારી શ્રદ્ધાંજલિ એજ હશે કે દરરોજ આપણે રાષ્ટ્ર નિર્માણમાં રચનાત્મક યોગદાન આપીએ.

દેશના પ્રધાનમંત્રી કોણ બનશે, શુ એક્ઝિટ પોલ સાચા સાબિત થશે?દેશના પ્રધાનમંત્રી કોણ બનશે, શુ એક્ઝિટ પોલ સાચા સાબિત થશે?

English summary
smriti irani thanks to voters before lok sabha results.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X