Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાશીના હેંડીક્રાફ્ટ હવે ઑનલાન મળશે

વારાણસી, 25 ડિસેમ્બર: અગ્રણી ઑનલાઇન કંપની સ્નેપડીલ અને ભારતીય ટપાલ કાશીના વણકરો માટે સારા સમાચાર આવ્યા છે. સ્થાનિક કારીગરો, લઘુ અને મધ્યમ ઉદ્યમીઓના સશક્તિકરણ માટે તેમના ઉત્પાદકો ઑનલાઇન વેચવાની જાહેરાત કરી છે. ઑનલાઇન ઉત્પાદકોનું વેચાણ સ્વદેશી ઉત્પાદકો માટે લોકપ્રિય બનાવવાની સાથે જીવીકોપાર્જનને વધારવામાં મદદ કરશે.

સ્નેપડીલ ડોલ કોમના સહ-સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી કૃણાલ બહલે કહ્યું કે દેશમાં અનેક વિશેષ અને વિશેષતાપૂર્ણ કલા શૈલી છે. જો કે બદલાતી ફેશન અને નવા-નવા ઉત્પાદકોના કારણ આપણે આ સમૃદ્ધ વિરાસતને ગુમાવતા જઇ રહ્યાં છીએ. કારીગરો અને પારંપારિક વણકરોને એક મંચ આપીને આ મૃતપાય કળા શૈલીઓને વેચવી અમારી જવાબદારી છે.

modi-handicraft

તેમણે કહ્યું કે આ ભાગીદારીના માધ્યમથી આપણે વારાણસીના વણકરોના ઉત્પાદનોને દેશના ખૂણે-ખૂણે પહોંચાડીશું અને આપણા દેશના વધુ વણકરો તથા કારીગરોને આ મંચ પર લાવવા માટે તેમનો વિસ્તાર કરીશું. તમને જણાવી દઇએ કે ભારતીય ટપાલ દેશભરમાં 1,54,866 પોસ્ટ ઓફિસ છે અને તેમાં 4,66,903 કર્મચારી કામ કરી રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X