સ્નૂપગેટની તપાસમાં યૂપીએમાં પડ્યા બે ફાટા

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 મે: એક મહિલા આર્કિટેક્ટની જાસૂસીમાં ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની કથિતપણે સંડોવણીવાળા કેસની તપાસના મામલે યુપીએમાં બે ફાટા પડી ગયા છે. કેન્દ્ર સરકારના સૌથી મોટા ઘટકદળ એનસીપી અને નેશનલ કોન્ફ્રેન્સે ચૂંટણી દરમિયાન કાનૂની તપાસ અંગે સવાલો ઉઠાવ્યા છે.

કોંગ્રેસે આ મામલામાં દસ સવાલોની સૂચિ બહાર પાડી મોદી, અમિત શાહ અને ભાજપ પાસે સ્પષ્ટતા માંગી છે. જોકે, કોંગ્રેસ પ્રવક્તા શોભા ઓઝાની પાસે આ સવાલનો કોઇ જવાબ ન્હોતો કે શું તપાસનો વિરોધ કરનારી રાકાંપા અને નોશનલ કોંફ્રેન્સ મહિલા વિરોધી છે. વિદેશમંત્રી સલમાન ખુર્શીદે તપાસના નિર્ણયને યોગ્ય ગણાવતા જણાવ્યું કે રાકાંપા અને નેકાંની આપત્તિઓ પર કેબિનેટમાં વિચાર કરવામાં આવશે.

આવો જોઇએ સ્નૂપગેટ મુદ્દે યૂપીએમાં કેવી રીતે પડ્યા ફાટા...

કોંગ્રેસનો જવાબ

કોંગ્રેસનો જવાબ

કોંગ્રેસે સરકારે ઘટકદળોની નારાજગીને ગણકાર્યા વગર સ્પષ્ટ કરી દીધું છે કે ન્યાયિક તપાસના મુદ્દા પર આગળ વધાને લઇને કોઇ સમજૂતી કરવામાં નહીં આવે.

એનસીપીએ ઉઠાવ્યા સવાલો

એનસીપીએ ઉઠાવ્યા સવાલો

એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે આની પર શરદ પવારે પોતાની પાર્ટીનું વલણ સ્પષ્ટ કરવા માટે વડાપ્રધાન સાથે પણ વાત કરી છે.

ઓમર પણ તપાસના વિરોધમાં

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ ટ્વિટ કરીને જણાવ્યું છે કે 'ગઇકાલે રાત્રે પિતા(ફારુખ) સાથે તપાસ પંચ પર વાતચીત થઇ, તેમણે જણાવ્યું કે આવું કરવું ખોટું છે.'

ઓમર અબ્દુલ્લાનું ટ્વિટ

ઓમર અબ્દુલ્લાનું ટ્વિટ....

અરૂણ જેટલી

અરૂણ જેટલી

રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ પહેલા જ જણાવ્યું હતું કે સરકારને હવે કોઇપણ રાજનૈતિક નિર્ણય લેવાનો અધિકાર નથી.

એમજે અકબર

એમજે અકબર

ભાજપ પ્રવક્તા એમજે અકબરે જણાવ્યું કે કોંગ્રેસની બદલાની રાજનીતિમાં તેમના સહયોગી પણ સાથ આપવા માટે તૈયાર નથી. અમે તેમના આ વલણનું સ્વાગત કરીએ છીએ.

પ્રકાશ જાવડેકરે

પ્રકાશ જાવડેકરે

ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે મોદીને ચૂંટણી મેદાનમાં માત આપવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસ હવે આ પ્રકારના નિર્ણયથી પાર્ટીને પરેશાન કરવાની કોશિશ કરી રહી છે. સાથીપક્ષોને વાંધો હોવા છતાં મોદી વિરુદ્ધના આ છેલ્લા વારને કોંગ્રેસ વેડફવા માગશે નહીં.

English summary
The issue of Snoopgate inquiry allegedly involving BJP's PM candidate Narendra Modi ran into trouble on Sunday with two UPA constituents — NCP and National Conference — opposing the move to appoint a judge in the "dying hours" of the government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X