For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરપોર્ટ પર અત્યારસુધીમાં 39 કોરોના પોઝિટિવ કેસ મળ્યા-રિપોર્ટ

ભારતના તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તપાસ કરાઈ રહી છે ત્યારે આ યાત્રીઓની તપાસમાં કુલ 39 યાત્રીઓ કોરોના પોઝિટીવ મળી આવ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ચીન સહિતના દેશોમાં વધતા કોરોનાએ ભારતમાં ચિંતાનો માહોલ સર્જી દીધો છે ત્યારે હવે તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટ સતત આવનારા યાત્રીઓ પર નજર રાખવામાં આવી રહી છે. પહેલી વખત ભારતમાં કોરોના વાયરલ એરપોર્ટથી જ પ્રવેશ્યો હતો ત્યારે હવે એરપોર્ટ પર સતત આવનારા યાત્રીઓના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે ત્યારે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

Corona

સામે આવેલા સમાચારો પર વિશ્વાસ કરીએ તો ભારતમાં અત્યારસુધીમાં એરપોર્ટ પર કરવામાં આવેલી તપાસમાં 39 કોરોના કેસ પોઝિટીવ મળ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે તમામ એરપોર્ટ પર યાત્રીઓની રેન્ડમ ચેકિંગ કરાઈ રહી છે ત્યારે હવે આ સમાચાર સખ્તી વધારશે.

હાલ ભારતના તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તપાસ કરાઈ રહી છે ત્યારે આ યાત્રીઓની તપાસમાં કુલ 39 યાત્રીઓ કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. અહીં એ પણ જણાવી દઈએ કે આવતીકાલે કેન્દ્રિય આરોગ્યમંત્રી ખુદ દિલ્હી એરપોર્ટ પર પહોંચીને ત્યાંની વ્યવસ્થાની તપાસ કરવાના છે ત્યારે આ સમાચારને લઈને સખ્તી વધી શકે છે.

હવે સુત્રોથી જે સમાચાર મળી રહ્યા છે તેના પર વિશ્વાસ કરીએ તો હવે ભારત સરકાર તમામ કોરોનાનો પ્રકોપ સહન કરી રહેલા દેશથી આવનારા યાત્રીઓનું સ્કેનિંગ ફરજીયાત કરી શકે છે. હવે દેશમાં આવનારા મહિનામાં કોરોના લહેરના એંઘાણ છે ત્યારે આ સમાચારે ટેન્શન વધાર્યુ છે.

સુત્રો દ્વારા સામે આવેલી માહિતી અનુસાર, અત્યારસુધીમાં ભારત પહોંચેલા 6 હજાર યાત્રીઓના કોરોના ટેસ્ટ કરાયા છે. આમાંથી આઓ 39 લોકો કોરોના પોઝિટીવ મળ્યા છે. હાલ ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના સબ વેરિઅન્ટ BF.7ને લઈને ખૌફનો માહોલ છે.

વધુ એક વાત પર ધ્યાન આપીયે તો આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, ભારત સરકાર ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, થાઈલેન્ડ અને સિંગાપોરથી આવતા મુસાફરો માટે એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજિયાત બનાવી શકે છે. આનાથી સંબંધિત મુસાફરની ટ્રાવેલ હિસ્ટ્રી સરળતાથી જાણી શકાશે. ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાની નવી લહેર જોયા બાદ અને આવનારા નવા વર્ષને ધ્યાનમાં રાખીને સરકાર પહેલાથી જ સતર્ક છે.

English summary
So far 39 corona positive cases have been found at Indian airports - report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X