For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ભાઈ કહે હું ગુજરાતી મુસ્લિમોનો હીરો! તો પછી વોટ કેમ નથી મળતા?

By Rakesh
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 27 જાન્યુઆરીઃ આજ કાલ ઉત્તર પ્રદેશની શાસિત પાર્ટી સમાજવાદી પાર્ટીના સુપ્રિમો દ્વારા તક મળતાં જ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશમાં એક સભાને સંબોધતી વેળા તેમણે નરેન્દ્ર મોદી ગુજરાત રમખાણ માટે જવાબદાર ગણાવી પ્રહાર કર્યા હતા તો હવે તેમણે ગુજરાતના મુસ્લિમોને જો કોઇ વ્યક્તિ પર સૌથી વધારે વિશ્વાસ હોય તો એ તેઓ છે. તેઓ ગુજરાતના મુસ્લિમોના હીરો છે, ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે, જો નરેન્દ્ર મોદી નહીં પરંતુ તેઓ ગુજરાતમાં રહેતા મુસ્લિમોના સાચા હીરો છે, તો પછી તેમની પાર્ટીને ગુજરાતમાં મત શા માટે મળી રહ્યાં નથી. ગુજરાતમાં શા માટે તેમની પાર્ટીને સતત અવગણવામાં આવી રહી છે.

mulayam-singh-yadav-latest
લખનઉમાં તેમણે ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન પાર્ટી કાર્યાલયે ઉક્ત વાત કરતા તેમણે નરેન્દ્ર મોદી અંગે કહ્યું કે, ગુજરાતમાં નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન મુસ્લિમોની બર્બરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. હુ જ્યારે 2002માં રમખાણો બાદ ત્યાં ગયો ત્યારે મુસ્લિમ મહિલાઓએ મને તેમની ઇજાઓ દર્શાવી હતી. હું એ જોઇને વિચલિત થઇ ગયો હતો. મુલાયમ સિંહ યાદવ સતત 2002ના રમખાણોને યાદ કરીને પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યાં છે. લખનઉ ખાતે તેમણે એમ કહ્યું કે, ગુજરાતના મુસ્લિમોને જો કોઇ રાજકારણી પર સૌથી વધુ વિશ્વાસ હોય તો એ તેઓ છે.

તેઓ પોતાને સ્વંયભૂ મુસ્લિમોના હીરો ગણાવી રહ્યાં છે, પરંતુ તેમની વાત પર પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે, જો તેઓ ગુજરાતના મુસ્લિમોમાં લોકપ્રિય છે અને હીરો છે તો પછી ગુજરાતમાં 2002થી લઇને અત્યાર સુધી જે વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી યોજાઇ તેમાં શા માટે તેમની સમાજવાદી પાર્ટીનો જાદૂ ચાલ્યો નહીં? તેઓ ભલે એવુ કહી રહ્યાં હોય કે ગુજરાતના મુસ્લિમોને તેમના પર વિશ્વાસ વધારે છે, પરંતુ જ્યારે વાત ચૂંટણીની આવે છે, ત્યારે છેલ્લા 10-12 વર્ષથી ખાસ કરીને 2002ના રમખાણ પછી ગુજરાતમાં જે શાંતિ અને સૂમેળભર્યું વાતાવરણ છે અને જે વિકાસશીલ કાર્યો ગુજરાતમાં થઇ રહ્યાં છે, તેને લઇને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટી પર વિશેષ વિશ્વાસ વ્યક્ત કરે છે.

જ્યારે ઉત્તર પ્રદેશમાં આથી વિપરીત પરિસ્થિતિ છે. ઉત્તર પ્રદેશમાં જ્યારે પણ સમાજવાદી પાર્ટીની સરકાર બની પક્ષ દ્વારા રાજ્યના વિકાસને ધ્યાનમાં રાખીને કોઇ કાર્યો કર્યા નથી અને હંમેશા ત્યાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઇ હોવાના અહેવાલો આવતા રહે છે. જે ગુજરાતમાં જોવા મળતું નથી અને તેના કારણે ગુજરાતમાં સમાજવાદી પાર્ટીને અવગણવામાં આવી રહી છે.

છેલ્લા 10 વર્ષના આંકડાઓ પર નજર ફરેવીએ તો 2002થી લઇને 2012 સુધીમાં ગુજરાતમાં ત્રણ વખત વિધાનસભાની અને બે વખત લોકસભાની ચૂંટણી યોજઇ હતી. 2004 અને 2009માં લોકસભાની તથા 2002, 2007 અને 2012માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. ઉક્ત તમામ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના પ્રદર્શન પર એક નજર ફેરવવામાં આવે તો 2002ની વિધાનસભામાં સમાજવાદી પાર્ટી દ્વારા 48 ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા હતા. જેમને રાજ્યમાં માત્ર 0.32 ટકા મત મળ્યા હતા. 2004માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ 11 ઉમેદવાર ઉભા રાખ્યા હતા, જેમાં તેમને માત્ર 0.53 ટકા મત મળ્યા હતા.

2007ની વિધાનસભાની ચૂંટણીમાં 21 ઉમેદવાર હતા, જેમા તેમને 0.15 ટકા મત મળ્યા હતા. 2009ની લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી દ્વારા 12 ઉમેદવાર ઉભા રાખ્યા હતા, જેમને રાજ્યમાં 1.06 ટકા મત મળ્યા હતા. વાત 2012માં ગુજરાતમાં થયેલી વિધાનસભા ચૂંટણીની કરવામાં આવે તો, સમાજવાદી પાર્ટી દ્વારા 67 ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા હતા, જેમને 0.26 ટકા મત મળ્યા હતા.

2002થી લઇને 2012 દરમિયાન થયેલી વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને જે ટકાવારીમાં મતો મળ્યા છે, તેના પરથી જ સાબિત થઇ જાય છે કે, ગુજરાતમાં ખાસ કરીને મુસ્લિમોમાં સમાજવાદી પાર્ટી અને તેઓ(મુલાયમ સિંહ યાદવ) કેટલા વિશ્વસનીય છે. ગુજરાતમાં અંદાજે 10થી 12 ટકા જેટલા મુસ્લિમ મતદાતાઓ છે, જેની સરખામણીએ પાર્ટીને રાજ્યમાં મળેલા કુલ મતોની ટકાવારી પણ 2 કે પાંચ ટકા સુધી પહોંચી નથી. જે જણાવે છે કે, ગુજરાતના મુસ્લિમોમાં માટે હીરો કોણ છે.

English summary
Who is the true hero of Gujarat Muslims? It is Mulayam Singh Yadav ! He himself passed this information to the public in his address to Samajwadi Party workers during the party's Republic Day celebrations at the SP headquarters in Lucknow, said a Daily Mail report. Mulayam said he was the politician Gujarat's Muslims trusted the most. question is if he is most trusted politicians in gujarat's muslim then why his magic was not worked in gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X