ભાગતાં-ભાગતાં લોકસભા પહોંચ્યા રેલવે મંત્રી પીયૂષ ગોયલ, લોકોએ પૂછ્યું- બુલેટ ટ્રેન છૂટી ગઈ?
નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂ ગોયલની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ ગાડીથી ઉતરતાં જ સંસદ તરફ ભાગી રહ્યા છે અને જલદીમાં જલદી લોકસબામાં જાવાની કોશિશ કરી રહ્યા છે, આજુબાજુમાં ઉભેલા લોકો દોડતા મંત્રીને જોઈ રહ્યા છે. ગુજરાતના બારડોલીથી સાંસદ પ્રભુ વસાવાએ પીયૂષ ગોયલની આ તસવીર ટ્વીટ કરી છે. હવે લોકો સોશિયલ મીડિયા પર મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે.

ભાગીને લોકસભા પહોંચ્યા મંત્રી
જણાવી દઈએ કે હાલમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. બધવારે તેઓ જલદી લોકસબાની અંદર પ્રવેશ કરવા માટે તેજ દોડતા દોડતાં જઈ રહ્યા છે. ગુજરાતના બારડોલીથી સાંસદ પ્રભુ વસાવાએ પીયૂ ગોયલની આ તસવીર ટ્વીટ કરી છે. જેમાં તેમણે કેપ્શન આપ્યું છે, નવા ભારતના ઉર્જાવાન મંત્રી આદરણીય પીયૂષ ગોયલ જી કેબિનેટ મીટિંગની સમાપ્તિ બાદ ભાગતાં સંસદ પહોંચ્યા, જેથી પ્રશ્નકાળમાં મોડું ના થાય.
|
ટ્રોલ થયા
જે સમયે પીયૂષ ગોયલ દોડી રહ્યા હતા તે ક્ષણની તસવીર કોઈએ કેમેરામાં કેદ કરી દીધી અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર લોકો મજેદાર કમેન્ટ કરતાં પોતાનું મંતવ્ય રાખી રહ્યા છે. કેટલાંક ટ્વીટ્સ તેમના વખાણ કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેમને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાનું મંતવ્ય રાખી રહ્યા છે.
|
2x ગોયલ એક્સપ્રેસ
એક યૂઝરે લખ્યું કે જણાવો એવા યૂનિયન મિનિસ્ટર કોણ છે જે બૂલેટ ટ્રેનથી પણ તેજ ભાગી રહ્યા છે. અન્ય એક યૂઝરે લખ્યું કે લાગે છે પંચ ટાઈમ માટે લેટ થઈ રહ્યા છે. પૃથ્વીરાજે ટ્વીટ કરી લખ્યું, ગણિત જોઈને ભાગતા પીયૂષ ગોયલ. કિરણ નામની એક યૂઝરે લખ્યું કે, રેલવેની શાનદાર કમાણી પર સવાલોથી બચવા ભાગતા પીયૂષ ગોયલ. કેટલાક ટ્વિટર યૂઝર્સે પીયૂષ ગોયલને '2x ગોયલ એક્સપ્રેસ' કહ્યા.
હૈદરાબાદ રેપ અને મર્ડર કેસનો આરોપી બોલ્યો- પીડિતાને જીવતી સળગાવી હતી