For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને રાજૌરીમાં કર્યું સિઝફાયર, એક જવાન સહિત

પાકિસ્તાને રાજૌરીમાં કર્યું સિઝફાયર, એક જવાન સહિત

|
Google Oneindia Gujarati News

જમ્મુઃ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લા સ્થિત નિયંત્રણ રેખા નજીક આવેલ ચોકીઓ પર ગુરુવારે ગોળીબાર કર્યો અને મોર્ટાર છોડ્યા હતા. આ ગોળીબારમાં એક જવાન શહી થયો છે. જમ્મુ અને કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં પણ સુરક્ષાબળો પર ગ્રેનેડથી હુમલો થયો હોવાના અહેવાલ મળ્યા છે. આતંકવાદીઓએ કરેલ ગ્રેનેડ હુમલામાં એક અધિકારી સહિત 2 પોલીસકર્મી ઘાયલ થઈ ગયા.

martyr

અધિકારીઓએ જણાવ્યું કે પાકિ્સતાની સેનાએ ગુરુવારે સવારે સુંદરબની સેક્ટરના કેરી વિસ્તારમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું. તેમણે જણાવ્યું કે પાકિસ્તાની ગોળીબારમાં એક જવાન શહીદ થઈ ગયો. શહીદ જવાનની ઓળખ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના નિવાસી રાઈફલમેન યશ પોલ તરીકે થઈ છે. પાકિસ્તાની સેનાએ જાન્યુઆરીથી નિયંત્રણ રેખા પર 100થી વધુ વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું.

જ્યારે બીજી બાજુ ગુરુવારે જ જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં એક અધિકારી સહિત 2 પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા. ઘાયલોને હોસ્પટિલે ખસેડવામાં આવ્યા છે. હોળીના તહેવાર પર આ વિસ્તારમાં આવા પ્રકારના હુમલાથી ચારોતરફ ડરનો માહોલ ફેલાયો છે. પોલીસે મોબાઈલ સેવા અને ઈન્ટરનેટ સેવા ઠપ્પ કરાવી દીધી છે. અધિકારીઓએ કહ્યું કે સુરક્ષાબળોએ હુમલાવરોને પકડવા માટે આ વિસ્તારની ઘેરાબંધી કરી છે અને તપાસ અભિયાન શરૂ કર્યું છે.

ભારતીય સેનાની બાલાકોટમાં કરવામાં આવેલ એર સ્ટ્રાઈક બાદ સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘનની ઘટનામાં વધારો થયો છે. આ દરમિયાન અમેરિકાએ બુધવારે પાકિસ્તાનને આકરા શબ્દોમાં કહી દીધું કે તેઓ આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરે અને જો હવે ભારત પર કોઈ હુમલો થયો તો ઈસ્લામાબાદ માટે મુશ્કેલી વધી જશે.

આ પણ વાંચો- સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા પર લગાવ્યો લાલ બહાદુર શાસ્ત્રીના અપમાનનો આરોપ, જુઓ વીડિયો

English summary
Soldier killead as Pakistan army violates ceasefire along LoC in Rajouri
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X