For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રક્ષામંત્રીના 'પૂર્વ વડાપ્રધાન'વાળા નિવેદન પર ભડકી કોંગ્રેસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 જાન્યુઆરી: રક્ષામંત્રી મનોહર પર્રિકરે આરોપ લગાવ્યો છે કે કેટલાંક પૂર્વ વડાપ્રધાનોએ રાષ્ટ્રીય સુરક્ષા પર દેશની સંપદા (ડીપ એસેટ્સ)ને લઇને ઘણા કરાર કર્યા, જે ઘાતક હતા, જોકે તેમણે કોઇ પણ નેતાનું નામ લીધું નહીં.

પર્રિકરે જણાવ્યું કે તેમણે પાકિસ્તાનથી આવી રહેલી બોટ સંબંધિત કોસ્ટગાર્ડના અભિયાન અંગે વિવરણ ન્હોતું આપ્યું કારણ કે તેનાથી માહિતીના સ્રોતને લઇને સમજૂતી થઇ શકતી હતી.

manohar
રક્ષા મંત્રીએ જણાવ્યું કે 'આખરે આપને ડીપ એસેટ્સ તૈયાર કરવાના હોય છે. આ સંપદા 20-30 વર્ષમાં તૈયાર થઇ. દુ:ખદ છે કે આવા કેટલાંક વડાપ્રધાનો હતા જેમણે સંપદાને લઇને સમજૂતી કરી. તેમણે જણાવ્યું, હું કોઇના પણ નામોનો ખુલાસો કરવા નથી માંગતો. '

પર્રિકરના આ નિવેદન પર કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ રક્ષા મંત્રી પાસે એ'કેટલાંક વડાપ્રધાનોના 'નામ જાહેર કરવાની માંગ કરી અને સાથે એ પણ જણાવવા કહ્યું કે તેમણે કઇ ઘાતક સમજૂતી કરી હતી.

શંકાસ્પદ આતંકવાદીઓવાળી પાકિસ્તાની નૌકાદળની વિરુદ્ધ કોસ્ટગાર્ડના હાલના અભિયાનને લઇને પુરાવાની માંગને લઇને કોંગ્રેસ પર કટાક્ષ કરતા પર્રિકરે જણાવ્યું કે 'તેને લઇને પુરાવાની માંગ કરવામાં આવી કે આ પાકિસ્તાની આતંકી બોટ હતી. આવનારા દિવસોમાં આ પ્રકારના અભિયાનમાં અમે એક કેમેરામેન અને કોંગ્રેસના પ્રવક્તાને પણ સાથે લઇને ચાલીશું.'

English summary
Some former PMs compromised Indias deep assets: Manohar Parrikar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X