સોમનાથ ભારતીએ મીડિયાકર્મીઓને કહ્યું- 'મોદીએ કેટલા રૂપિયા આપ્યા છે?'

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 25 જાન્યુઆરી: દિલ્હીના ખિડકી એક્સટેંશનમાં કથિત સેક્સ રેકેટ પર અડધી રાત્રે દરોડાને લઇને વિવાદોમાં ઘેરાયેલા આમ આદમી પાર્ટીના નેતા અને કાનૂન મંત્રી સોમનાથ ભારતી એક નવા વિવાદમાં ઘેરાઇ ગયા છે. શનિવારે પત્રકારોના એક સવાલ પર બેકાબૂ બનેલા ભારતીએ મીડિયા કર્મીઓ પર મોદી પાસેથી રૂપિયા લેવાનો આરોપ લગાવી દીધો. સૂત્રો અનુસાર આ પહેલા ઘણી વખત પાર્ટીની ફજેતી કરાવી ચૂકેલા સોમનાથ ભારતી પર આની પર પાર્ટી નેતૃત્વ એક્શન લેવાની તૈયારીમાં છે.

દિલ્હી મહિલા પંચ અને સોમનાથના વકિલોની વચ્ચે શુક્રવારે થયેલા વાદવિવાદને લઇને જ્યારે રિપોર્ટરોએ તેમની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરી, તો સોમનાથ ભારતી ભડકી ગયા અને બોલ્યા કે 'આપને મોદીએ કેટલા રૂપિયા આપ્યા છે?' અત્રે ઉલ્લેખનીય છે કે ભારતી આની પહેલા પણ પોતાના નિવેદનોને લઇને વિવાદોમાં ફસાતા રહ્યા છે.

આમ આદમી પાર્ટીના સૂત્રો અનુસાર ભારતીના આ નિવેદથી પાર્ટી પોતાના હાથ અધ્ધર કરે તેવા મૂડમાં છે. પાર્ટી ભારતીના આ નિવેદનથી ખૂબ જ નારાજ છે અને તેમની વિરુધ્ધ કાર્યવાહી પણ કરી શકે છે.

somnath bharti
ભાજપના સેક્રેટરી રામેશ્વર ચૌરસિયાએ જણાવ્યું કે આ ખૂબ જ હલકા લોકો છે, શું ભાજપે આ લોકોને જણાવ્યું હતું કે અડધી રાત્રે જઇને મહિલાઓ સાથે અભદ્રતા કરવી? તેમણે સવાલ ઉઠાવ્યો કે શું ભાજપે મુખ્યમંત્રીને કહ્યું હતું કે ધારા 144ને તોડે અને લોકોને ભડકાવે.

તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી હતાશ થઇ ચૂક્યા છે અને આ હતાશામાં મીડિયાને નિશાનો બનાવી રહ્યા છે. બ્રોડકાસ્ટ એડિટર્સ એસોસિએશને પણ મીડિયા મોદીના હાથે વેચાઇ ગયું હોવાના સોમનાથ ભારતીના નિવેદની નિંદા કરી છે. બીઇએના એનકે સિંહે જણાવ્યું કે મીડિયા પર આરોપ નિરાધાર છે અને આ કોઇ એક વ્યક્તિની હતાશાભર છે.

English summary
Somnath Bharti asks media that How much did Narendra Modi pay you?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.