For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રચંડના પુત્રએ શેર કર્યો પ્રચંડ, મોદી, જિનપિંગની મુલાકાતનો ફોટો, શું છે રાઝ ?

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

ગોવાના બેનૌલિમમાં બ્રિક્સ સમિટ દરમિયાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલની મુલાકાત હોટલના વેઇટીંગ લૉંજમાં થઇ હતી. ત્રણે રાજનેતાઓ વચ્ચે અચાનક થયેલી મુલાકાતે ઘણી શક્યતાઓને જન્મ આપ્યો છે.

prachanda 1

નેપાળે આને ત્રિપક્ષીય વાતચીત બતાવતા કહ્યું કે આ મુલાકાત દરમિયાન બંને વિશાળ પડોશી દેશો ભારત અને ચીનના સંબંધો વચ્ચે નેપાળે પુલ બનવાની ઇચ્છા દર્શાવી છે. જો કે ભારતે આ મીટિંગને સંયોગથી થયેલી મીટિંગ જણાવી છે.

prachanda 2

પ્રધાનમંત્રી પ્રચંડે જારી કર્યુ અધિકૃત નિવેદન

કાઠમંડુમાં સચિવાલયે અધિકૃત નિવેદન જારી કરીને ભારત, નેપાળ અને ચીન વચ્ચે થયેલ ત્રિપક્ષીય વાતચીતનો ખુલાસો કર્યો. નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે મીટિંગ દરમિયાન પ્રધાનમંત્રી પ્રચંડે ત્રિપક્ષીય સહયોગનો પ્રસ્તાવ કર્યો જેનુ અને ભારત અને ચીને સ્વાગત કર્યુ છે અને તેના પર પોતાની સ્વીકૃતી આપી છે.

સચિવાલયનું કહેવુ છે કે આ ત્રિપક્ષીય વાતચીતમાં પ્રધાનમંત્રી પ્રચંડે યાદ કરાવ્યુ કે તેમણે પોતાના પૂર્વ કાર્યકાળ દરમિયાન ત્રણે દેશો વચ્ચે ત્રિપક્ષીય સહયોગ પર જોર આપ્યુ હતુ. પીએમ પ્રચંડે કહ્યું કે, બે વિશાળ દેશો ભારત અને ચીન વચ્ચે નેપાળ છે. બંને દેશો વચ્ચે પુલ બનીને અમે આ ભૌગોલિક સ્થિતિનો લાભ ઉઠાવવા માંગીએ છીએ. નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના રાષ્ટ્રપતિએ પણ કહ્યું કે નેપાળ, ભારત અને ચીન વચ્ચે પુલનું કામ કરી શકે છે.

vikas

મુલાકાત પર ભારતે શું કહ્યુ?

ભારતના વિદેશ વિભાગના પ્રવકતા વિકાસ સ્વરુપે આ વિશે જણાવ્યું કે બ્રિક્સના બહુપક્ષીય સંમેલન દરમિયાન હોટલના લૉંજમાં વિભિન્ન દેશના રાજનેતાઓ સાથે બેસવાની ઘટના અત્યંત સામાન્ય છે અને આનાથી કોઇ નિષ્કર્ષ ન કાઢવો જોઇએ. ત્રણે રાજનેતાઓ એક જ સમયે એક જગ્યાએ પહોચ્યા, એ માત્ર એક સંયોગ છે. વિદેશ વિભાગનું કહેવુ છે કે નેપાળ અને ચીન વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થ ઇ છે. આમા ભારત જોડાયેલ નથી માટે આને ત્રિપક્ષીય વાર્તા ન કહેવી જોઇએ.

પ્રધાનમંત્રી પ્રચંડના પુત્રએ શેર કરી તસવીર ભારત, નેપાળ અને ચીનના રાજનેતાઓને આ મુલાકાતની તસવીરને પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડના પુત્ર અને તેમના ખાનગી સચિવ પ્રકાશ દહલે પોતાના ફેસબુક એકાઉંટ પર પોસ્ટ કરી. આ તસવીરમાં પીએમ પ્રચંડના પત્ની સીતા દહલ પણ દેખાઇ રહ્યા છે.

English summary
Son of Nepal PM Pushp Kamal Dahal Prachand shared a photo on Facebook of a meeting in which Nepal PM, Indian PM and Chinese President were sitting together.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X