સ્કુલમાં છોકરા સાથે ખુબ જ ક્રૂર મારપીટ, વીડિયો વાઇરલ

Posted By:
Subscribe to Oneindia News

બિહારમાં દબંગ બાપના દિકરાઓની કાળી કરતૂતો કેમેરામાં આવી ગયી છે. દબંગના દીકરાઓનો આતંક બધાની સામે આવી ચુક્યો છે. મુઝફ્ફરના કુખ્યાત શશિભૂષણ ઉર્ફ ફોઝીના બંને દિકરાઓએ પોતાના બૅચમૅટને ખુબ જ ખરાબ રીતે માર માર્યો. તેને લાતો ઘૂસો અને બેલ્ટ થ માર્યો અને જાતે તેનો વીડિયો બનાવીને તેને વાઇરલ કરાવી દીધો.

સેન્ટ્રલ સ્કુલમાં 12 માં ધોરણમાં અભ્યાસ કરનાર વિધાર્થી તન્મયને ક્લાસની અંદર જ ખરાબ રીતે મારવામાં આવ્યો. વિધાર્થી મદદ માંગતો રહ્યો પરંતુ આ છોકરાઓના ડરથી કોઈ પણ તેની મદદ માટે આગળ ના આવ્યું. વિશાલ અને વિક્કી નામના બંને ભાઈઓએ આખી ઘટનાનો વીડિયો બનાવી લીધો.

video

તેમને આવું એટલા માટે કે કર્યું કે આ વીડિયોથી તેઓ સ્કુલના બીજા વિધાર્થીઓને ધમકાવી શકે. પરંતુ તેમને ખબર નથી કે આ વીડિયો તેમના માટે મુસીબત બની જશે.

સ્કુલે આ વિધાર્થીઓ વિરુદ્ધ સખત પગલાં ભરવાનું જણાવ્યું છે. સ્કુલે જણાવ્યું કે પીડિત વિધાર્થી કોઈ પણ પ્રકારની લેખિત ફરિયાદ નથી કરી રહ્યા એટલા માટે સખત પગલાં નથી લઇ શકયા.

English summary
Two brothers in Bihar are under the scanner for thrashing a fellow student at their school in Muzaffarpur.
Please Wait while comments are loading...