For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડઃ મંત્રીના દીકરાને હોમ ક્વારંટાઈન કરાયો, દિલ્હી મરકજમાં સામેલ થયો હોવાની આશંકા

ઝારખંડઃ મંત્રીના દીકરાને હોમ ક્વારંટાઈન કરાયો, દિલ્હી મરકજમાં સામેલ થવાની આશંકા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના નિજામુદ્દીનમાં તબ્લીગ-એ-જમાતમાં ભાગ લેનારાઓને કારણે સરકારની મુશ્કેલી વધઈ ગઈ છે. અહીં લૉકડાઉન છાં 2300 લોકો એકઠા થયા હતા. જેમાંથી કેટલાક કોરોના પોઝિટિવ મળ્યા જ્યારે કેટલાકની વાયરસને પગલે મોત પણ થઈ ગયા. હવે સમાચાર આી રહ્યા છે કે ઝારખંડ પોલીસની સ્પેશિયલ બ્રાંચે બુધવારે આ વાતનો પતો લગાવ્યો છે કે રાજ્ય સરકારમાં મંત્રી હાજી હુસૈન અંસારીના દીકરા તનવીર હુસૈન પણ નિજામુદ્દીનના કાર્યક્રમમાં સામેલ થયા હતા.

આઈસોલેશનમાં મોકલવાનો આદેશ

આઈસોલેશનમાં મોકલવાનો આદેશ

દેવઘર પ્રશાસને તનવીર હુસૈનને આઈસોલેશનમાં મોકલવાનો આદેશ આપ્યો છે. જ્યારે તેમના પિતા એટલે કે હાજી હુસૈન અને આખા પરિવારને ક્વારંટાઈન કરવાનો આદેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે આ મામલામાં હાજી હુસૈન અંસારી અને તનવીર હુસૈનને પૂછવામાં આવ્યું તો તેમણે જમાતના કાર્યક્રમમાં તનવીર સામેલ થવાની વાતથી ઈનકાર કરી દીધો. તનવીર હુસૈનના પિતાએકહ્યું કે તેમનો દીકરો 1993 બાદથી ક્યારેય દિલ્હી નથી ગયો, જ્યારે તનવીરે પોતાનો અભ્યા દિલ્હીથી જ પૂરો કર્યો.

સ્કેનિંગ કરવું શરૂ કરી દેવાયું

સ્કેનિંગ કરવું શરૂ કરી દેવાયું

હવે તનવીર હુસૈનનું નિવેદન સાચું છે કે ખોટું તેની પુષ્ટિ માટે પ્રશાસને સીસીટીવી ફુટેજની સ્કેનિંગ કરવું શરૂ કરી દેવાયું છે. સ્પેશિયલ બ્રાંચને આ વાતની જાણકારી મળી છે કે ઝારખંડના 37 લોકોએ નિજામુદ્દીનમાં આયોજિત થનાર કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાંથી બે લોકો દેવઘર જિલ્લાના મધુપુરથી હતા. તેઓ 37માંથી 11 લોકોની ઓળખ રાંચીમાં થઈ ગઈ છે. આ તમામને રાંચીના રાજેન્દ્ર ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં મોકલી આપ્યા છે.

મરકજમાં હજારો લોકો ભેગા થયા હતા

મરકજમાં હજારો લોકો ભેગા થયા હતા

જાણકારી મુજબ ઝારખંડના રહેવાસી આ તમામ લોકોનો પતો લગાવી લેવામાં આવ્યો છે, જે દિલ્હીના નિજામુદ્દીનમાં આયોજિત કાર્યક્રમમાં ગયા હતા. જણાવી દઈએ કે નિજામુદ્દીન વિસ્તારમાં હાજર તબલીગી જમાતના મરકજમાં દુનિયાના વિવિધ વિસ્તારોમાં લોકો આવ્યા હતા. અહીં કાર્યક્રમમાં સામેલ થયા બાદ 1000 લોકો દેશના વિવિધ ભાગમાં ચાલ્યા ગયા છે, જેમને શોધવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 1834 મામલાની પુષ્ટિ થઈ ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા 41 થઈ ગઈ છે.

મુંબઈઃ એશિયાની સૌથી મોટી સ્લમમાં કોરોનાની એન્ટ્રી, ધારાવીમાં એક શખ્સનું મોતમુંબઈઃ એશિયાની સૌથી મોટી સ્લમમાં કોરોનાની એન્ટ્રી, ધારાવીમાં એક શખ્સનું મોત

English summary
son of jharkhand minister haji hussain ansari in home quarantine father denies he went to delhi nizamuddin markaz
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X