વૃદ્ધ પિતાને ગલીમાં ઢોર માર મારનાર દીકરાની ધરપકડ, વાયરલ વીડિયો જોઈને ભડક્યા લોકો

રાજસ્થાનના જોધપુરમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ તેના વૃદ્ધ પિતાને લાકડીઓ, થપ્પડ અને મુક્કા વડે નિર્દયતાથી મારતો જોવા મળે છે.

જોધપુરઃ રાજસ્થાનના જોધપુરમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ તેના વૃદ્ધ પિતાને લાકડીઓ, થપ્પડ અને મુક્કા વડે નિર્દયતાથી મારતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પિતાને ઢોર માર મારતા પુત્રનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે. જોધપુરના રતનાડા પોલીસ સ્ટેશનના એસએચઓ રતનાડા પીએસે કહ્યુ, 'દીકરો ઘરની બાબતોને લઈને પિતા સાથે વારંવાર ઝઘડો કરતો રહે છે. ગઈકાલે પણ તેણે તેના પિતા સાથે ગેરવર્તણૂક કરી હતી. સીઆરપીસીની કલમ 151 હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે.

સીસીટીવીમાં કેદ થયો વીડિયો

સીસીટીવીમાં કેદ થયો વીડિયો

ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા શેર કરવામાં આવેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે પિતા-પુત્ર કોઈ વાતને લઈને ઝઘડો કરી રહ્યા છે. આ દરમિયાન અચાનક સફેદ ટી-શર્ટ પહેરેલો પુત્ર રસ્તા પર પડેલી લાકડી ઉપાડે છે અને પિતાને મારવા લાગે છે, તેણે વૃદ્ધ પિતાને નિર્દયતાથી માર માર્યો હતો. પછી તે હતાશામાં લાકડી દૂર ફેંકી દે છે.

ફરીથી પિતાને મારવા આવે છે

ફરીથી પિતાને મારવા આવે છે

આગળનો વીડિયો જોતા એવુ પણ લાગે છે કે કેટલાક પાડોશીઓ જેવીડિયોમાં દેખાતા નથી તે દૂરથી જ પુત્રની હરકતની ટીકા કરીને તેને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, તે તેમનાથી દૂર થઈ જાય છે પરંતુ તેના પિતા પર ફરીથી હુમલો કરવાનુ શરૂ કરે છે. દલીલો ચાલુ રહેવા પર તે તેના પિતાને થપ્પડ અને મુક્કા મારવાનુ શરૂ કરે છે.

પોલીસે શું કહ્યુ?

પોલીસે શું કહ્યુ?

જોધપુરના રતનાડા પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જે ન્યૂઝ એજન્સીને જણાવ્યુ કે આ પહેલીવાર નથી જ્યારે વીડિયોમાં દેખાતા વ્યક્તિએ તેના પિતા પર હુમલો કર્યો હોય. પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ કે ઘટનાના એક દિવસ પહેલા વ્યક્તિએ તેના પિતા સાથે ગેરવર્તણૂક કરી હતી. આરોપીની સીઆરપીસી(કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર) 151 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

કોણ છે પિતાને મારનાર

કોણ છે પિતાને મારનાર

પિતાને માર મારનાર પુત્રનુ નામ છત્રસાલ છે, જે જોધપુરના રતનાડા પોલીસ સ્ટેશન વિસ્તારની અજીત કોલોનીમાં રહે છે. છત્રસાલ દરરોજ તેના પિતા રાજેન્દ્ર ગૌર સાથે લડતો રહે છે. મીડિયા સાથે વાત કરતા છત્રસાલના પાડોશીએ કહ્યુ કે, છત્રસાલ બહુ ઉત્પાત મચાવે છે. લાખ સમજાવ્યા પછી પણ તે માનતો નથી. તે લોકો પર પથ્થર પણ ફેંકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X