For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ સોનિયા ગાંધી-શરદ પવારની આજે મહત્વની બેઠક, સરકાર રચના અંગે થશે ચર્ચા

મહારાષ્ટ્રમાં સરકાર રચના માટે આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે મહત્વની મુલાકાત થશે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં સરકાર રચના માટે આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે મહત્વની મુલાકાત થશે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં સરકાર રચના પર ચર્ચા કરવામાં આવશે. રવિવારે શરદ પવારના નિવાસ સ્થાને એનસીપી નેતાઓની મહત્વની બેઠક થઈ ત્યારબાદ પાર્ટીના પ્રવકતા નવાબ મલિકે આની માહિતી આપી અને કહ્યુ કે કોર કમિટીની બેઠક બાદ નક્કી કરવામાં આવ્યુ છે કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન સમાપ્ત થવુ જોઈએ અને રાજ્યમાં એક સરકારની રચવી કરવી જોઈએ.

sonia-sharad

આ મુદ્દે ચર્ચા નક્કી કરવા માટે એનસીપી પ્રમુખ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં શરદ પવાર અને સોનિયા ગાંધી મહારાષ્ટ્રમાં વૈકલ્પિક સરકારની રચનાની સંભાવના પર ચર્ચા કરશે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે પાર્ટીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલુ છે.

કેમ ફસાયો પેચ

તમને જણાવી દઆએ કે મુખ્યમંત્રી પદની વહેંચણી માટે ભાજપ અને શિવસેના વચ્ચે વિવાદ થઈ ગયો અને આ કારણે તેમનુ ગઠબંધન તૂટી ગયુ. રાજ્યપાલ તરફથી પહેલા ભાજપ પછી શિવસેનાએ સમર્થન મેળવવા માટે થોડો સમય માંગ્યો પરંતુ રાજ્યપાલે સમય આપવાની ના પાડી દીધી. ત્યારબાદ એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા પરંતુ તેમણે પણ સમયની માંગ કરી ત્યારબાદ રાજ્યપાલે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની વાત કરી અને રાષ્ટ્રપતિની મંજૂરી પબાદ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યુ.

આ પણ વાંચોઃ આજથી શરૂ થશે સંસદનુ શિયાળુ સત્ર, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચાઆ પણ વાંચોઃ આજથી શરૂ થશે સંસદનુ શિયાળુ સત્ર, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

English summary
Sonia Gandhi and Sharad Pawar will meet today to explore the feasibility of forming a coalition government with Shiv Sena in Maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X