સોનિયા ગાંધીના ત્રણ વિદેશી બેંકોમાં ખાતા છે : સ્વામી

Google Oneindia Gujarati News

ગુવાહાટી, 19 એપ્રિલ : ભાજપના વરિષ્‍ઠ નેતા સુબ્રમણ્‍યમ સ્‍વામીએ જણાવ્‍યું છે કે કોંગ્રેસ અધ્‍યક્ષ સોનિયા ગાંધીના વિદેશી બેંકોમાં ત્રણ ગુપ્‍ત ખાતાઓ છે. તેમાંથી તેઓએ તાજેતરમાં વેટીકનમાં આવેલી બેંકમાંથી 10 બિલીયન ડોલર ઉપાડી પણ લીધા છે.

આસામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓએ એક પત્રકાર પરિષદમાં આ પ્રકારનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિદેશોની ત્રણ બેંકોમાં સોનિયા ગાંધીના ત્રણ ખાતાઓ છે અને આ ત્રણેય ગુપ્‍ત ખાતાઓમાં રૂપિયા 1.5 લાખ કરોડ રૂપિયા જમા છે.

subramanian-swamy

તાજેતરમાં તેમણે વેટીકન સ્‍થિત બેંકમાંથી 10 બિલીયન ડોલર ઉપાડયા છે. સ્‍વામીએ કહ્યું હતું કે નવા પોપે બેંક ખાતાઓ ધરાવતા લોકોના નામ જાહેર કરવાનો આદેશ આપ્‍યા બાદ સોનિયા ગાંધીએ આ રકમ ઉપાડી લીધી હતી. સ્‍વામીએ કહ્યું હતું કે સોનિયા ગાંધીના ગુપ્‍ત બેંક ખાતાઓ વેટિકન, સ્‍વીત્‍ઝરલેન્‍ડમાં બાસેલ ખાતેની સારાસીન બેંકમાં અને જયુરીચની પીકટેટની બેંકમાં છે.

તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો દ્વારા વિદેશી બેંકોમાં રૂપિયા 120 લાખ કરોડ જમા કરવામાં આવ્‍યા છે. જો ભાજપ સત્તા ઉપર આવશે તો વિદેશી બેંકોમાંથી આ બધી રકમ પાછી લઇ અવાશે.

English summary
Bharatiya Janata Party leader Subramanian Swamy said that Congress president Sonia Gandhi has three secret accounts in foreign banks and recently she had withdrawn $10 billion from a bank based in Vatican.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X