For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધીએ 26 માર્ચે બોલાવી પાર્ટીના મહાસચિવોની બેઠક, કેસી વેણુગોપાલ કરશે અધ્યક્ષતા

સોનિયા ગાંધીએ પાર્ટી નેતાઓને વર્તમાન સ્થિતિને લઈને એક બેઠક કરવા માટે કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદથી કોંગ્રેસ પાર્ટીમાં ઉથલ-પાથલનો માહોલ છે. એક તરફ જી-23 નેતાઓનુ સંગઠન ફરીથી નેતૃત્વ બદલવાની માંગ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ અમુક નેતાઓએ સીધી રીતે કોંગ્રેસની કમાન ગાંધી પરિવારથી લઈને કોઈ બીજાને આપવાની માંગ કરી દીધી છે પરંતુ આ બધા વચ્ચે પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેમણે પાર્ટી નેતાઓને વર્તમાન સ્થિતિને લઈને એક બેઠક કરવા માટે કહ્યુ છે.

sonia gandhi

કેસી વેણુગોપાલ કરશે મીટિંગની અધ્યક્ષતા

ન્યૂઝ એજન્સી એએનઆઈના સમાચાર મુજબ સોનિયા ગાંધીએ 26 માર્ચે પાર્ટીના બધા મહાસચિવોની એક બેઠક બોલાવી છે. આ મીટિંગની અધ્યક્ષતા કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ કરશે. આ મીટિંગ 26 માર્ચે પાર્ટી મુખ્યાલય પર થશે. જો કે, હજુ સુધી એ વાતને લઈને સસ્પેન્સ છે કે સોનિયા ગાંધી જ મીટિંગની અધ્યક્ષતા કરશે. માહિતી મુજબ, આ મીટિંગમાં બધા મહાસચિવ અને રાજ્ય પ્રભારી પણ શામેલ થશે.

તમને જણાવી દઈએ કે પાંચ રાજ્યોમાં થયેલી પાર્ટીની હાર બાદથી કોંગ્રેસમાં તગડુ ઘમાસાણ મચેલુ છે. જી-23 નેતાઓ તરફથી સતત નેતૃત્વ બદલવાની માંગ કરવામાં આવી રહી છે. જી-23 નેતાઓમાં કપિલ સિબ્બલે સીધી રીતે ગાંધી પરિવાર સામે મોરચો ખોલી દીધો છે. કપિલ સિબ્બલ કોંગ્રેસના અન્ય નેતાઓના નિશાના પર આવી ગયા છે.

English summary
Sonia Gandhi has asked the party leaders to conduct the meeting on 26th march
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X