For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધી 18 વિપક્ષી દળોના નેતાઓ સાથે બેઠક કરશે, આમ આદમી પાર્ટીને આમંત્રણ નહિ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે 18 વિપક્ષી દળો સાથે બેઠક કરશે. આ બેઠક વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે 18 વિપક્ષી દળો સાથે બેઠક કરશે. આ બેઠક વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થશે જેમાં દેશની સુસ્ત અર્થવ્યવસ્થા, કોરોના મહામારીનુ મિસમેનેજમેન્ટ, પેગાસસ જાસૂસી વિવાદ, કિસાન આંદોલન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં તમામ મહત્વના વિપક્ષી દળોને બોલાવવામાં આવ્યા છે પરંતુ આમ આદમી પાર્ટીને બેઠકમાં શામેલ થવાનુ આમંત્રણ આપવામાં આવ્યુ નથી. આ મીટિંગમાં ભાગ લેવા જઈ રહેલા એક વરિષ્ઠ નેતાઓ જણાવ્યુ કે અમે તમને આમંત્રણ નથી આપ્યુ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એકબીજા સાથે એક જ પ્લેટફૉર્મ પર આવવામાં અસહજ છે.

sonia

એનડીએના પૂર્વ સહયોગી શિરોમણિ અકાલી દળના નેતા પણ વિપક્ષની આ મહત્વની બેઠકમાં ભાગ લેશે. પાર્ટી તરફથી એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે અમે બેઠકમાં ભાગ લઈશુ. નોંધનીય વાત એ છે કે અકાલી દળે ગયા વર્ષે એનડીએથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. કૃષિ કાયદાઓના વિરોધને કારણે અકાલી દળે પોતાનો રસ્તો એનડીઅથી અલગ કરી લીધો હતો. પંજાબમાં છ મહિના બાદ વિધાનસભા ચૂંટણી થવાની છે એવામાં જોવાની વાત એ છે કે શું અકાલી દળ અને કોંગ્રેસ એક સાથે મંચ શેર કરે છે કારણકે બંને પંજાબમાં એકબીજાના વિરોધી છે.

બસપાના સુપ્રીમો માયાવતીને પણ આ બેઠકમાં ભાગ લેવાનુ આમંત્રણ આપવામાં આવ્યુ છે પરંતુ પાર્ટીએ બેઠકમાં ભાગ લેવા અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ કરી નથી. બેઠક પહેલા સીપીઆઈના નેતા સીતારામ યેચુરીએ કહ્યુ કે દેશના ઈતિહાસમાં આ વખતનુ સંસદ સત્ર સૌથી ખરાબ સત્ર હતુ. આ દરમિયાન કોઈ પણ વસ્તુ પર ચર્ચા કરવામાં આવી નહિ. અમે એ વાતની ચર્ચા માટે મળી રહ્યા છે કે લોકોના આ મુદ્દાને કેવી રીતે આગળ વધારી શકાય. અમે બેઠકમાં ઘણા મુદ્દાઓ પર વાત કરીશુ. બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા સહિત ઘણા દિગ્ગજ નેતા ભાગ લેશે.

English summary
Sonia Gandhi meeting with 18 opposition party leader, no invitation to AAP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X