આજે બિહારમાં સોનિયા-નીતિશ એક મંચ પર, સોનિયા કરશે એએમયૂ સેન્ટરનો શિલાન્યાસ

Posted By:
Subscribe to Oneindia News

પટણા, 30 જાન્યુઆરી: યુપીએ ચેરપર્સન અને કોંગ્રેસની અધ્યક્ષ સોનિયા ગાંધી બુધવારે બિહારના કિશનગંજમાં એએમયૂ સેન્ટરનો શિલાન્યાસ કરશે. શિલાન્યાસ દરમિયાન રાજ્યપાલ ડૉ. ડીવાઇ પાટીલ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ શિલાન્યાસ સ્થળ પર પહોંચશે. તેના માટે શિલાન્યાસ સ્થળ નજીક ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે. એટલે આજે નીતિશ કુમાર અને સોનિયા ગાંધી એક મંચ પર હશે.

સોનિયા ગાંધી અહી એએમયૂની શાખાની આધારશિલા રાખશે અને એક જનસભાને સંબોધિત કરશે. આ અવસર પર કેન્દ્રિય માનવ સંશાધન મંત્રી પલ્લમ રાજૂ અને કોંગ્રેસ મહાસચિવ સીપી જોશી પણ હાજર રહશે. આ સમારોહમાં ભાગ લેવા માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. નીતિશ કુમારે નિમંત્રણ સ્વિકારી કાર્યક્રમમાં ભાગ લેવાની વાત કહી છે.

sonia-nitish

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં કેન્દ્ર સરકારને નિમંત્રણ મોકલ્યું ન હતું જેને લઇને નીતિશ કુમારે નારાજગી વ્યક્ત કરી હતી. નીતિશ કુમારે આરોપ લગાવ્યો હતો કે લોકસભાની ચૂંટણી પહેલાં એએમયૂનો શિલાન્યાસ કરવો રાજકીય ભાગ છે. ત્યારબાદ કેન્દ્ર સરકારે નીતિશ કુમાર સરકારને આમંત્રણ મોકલ્યું. વડાપ્રધાન મનમોહન સિંહે 15 ઓગષ્ટ 2009ના રોજ બિહારમાં એએમયુને શાખા ખોલવાની જાહેરાત કરી હતી.

English summary
Congress president Sonia Gandhi will on Thursday lay the foundation stone of Aligarh Muslim University's centre in Bihar's Kishanganj amidst war of words with the state government.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.