For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનરેગાનું બજેટ ઘટાડવા પર સોનિયા ગાંધી વિફર્યા તો, અનુરાગ ઠાકુરે આપ્યો જવાબ

ઉત્તર પ્રદેશના રાયબરેલીના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મનરેગા યોજનાના બજેટમાં કાપ મૂકવાના સરકારના નિર્ણયની ટીકા કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 માર્ચ : ઉત્તર પ્રદેશના રાયબરેલીના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મનરેગા યોજનાના બજેટમાં કાપ મૂકવાના સરકારના નિર્ણયની ટીકા કરી છે. ગુરુવારના રોજ લોકસભામાં બોલતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન મનરેગા યોજના રોજગાર માટે ગરીબોનો સહારો બની હતી, આવી સ્થિતિમાં આ યોજનાનું બજેટ ઘટાડવું યોગ્ય નથી. તેમણે સરકારને મનરેગા હેઠળ કામ કરવા માટે 15 દિવસમાં વેતન આપવા સહિત ઘણા સૂચનો પણ કર્યા છે.

આ વર્ષે મનરેગાનું બજેટ વર્ષ 2020 કરતા 35 ટકા ઓછું છે

આ વર્ષે મનરેગાનું બજેટ વર્ષ 2020 કરતા 35 ટકા ઓછું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ ઈશારો કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે, મનરેગાની કેટલાક વર્ષો પહેલા ઘણા લોકો દ્વારા ઉપહાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ યોજનાએકોરોના અને લોકડાઉન દરમિયાન કરોડો અસરગ્રસ્ત ગરીબ પરિવારોને મદદ કરી છે.

આમ છતાં મનરેગા માટે બજેટની ફાળવણીમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યોછે. આ વર્ષે મનરેગાનું બજેટ વર્ષ 2020 કરતા 35 ટકા ઓછું છે, જ્યારે બેરોજગારી સતત વધી રહી છે.

ગ્રામસભાના સામાજિક ઓડિટ સાથે પણ બાંધછોડ ન કરવી જોઈએ

ગ્રામસભાના સામાજિક ઓડિટ સાથે પણ બાંધછોડ ન કરવી જોઈએ

સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, બજેટમાં કાપને કારણે કામદારોની ચૂકવણીમાં વિલંબ થાય છે, જેને સુપ્રીમ કોર્ટે બોન્ડેડ લેબર તરીકે ગણી છે. હું કેન્દ્ર સરકારને વિનંતીકરું છું કે મનરેગા માટે યોગ્ય ફાળવણી કરવામાં આવે.

આ સાથે કામના 15 દિવસની અંદર કામદારોને વેતનની ચૂકવણી સુનિશ્ચિત કરવી જોઈએ. જો વેતન ચૂકવવામાંવિલંબ થાય, તો કાયદેસર રીતે વળતર આપવાનું સુનિશ્ચિત કરવું જોઈએ.

આ સાથે રાજ્યોની વાર્ષિક એક્શન પ્લાન કોઈપણ વિલંબ કર્યા વગર તરત જ નક્કી કરવામાંઆવે. સોનિયા ગાંધીએ કહ્યું કે, ગ્રામસભાના સામાજિક ઓડિટ સાથે પણ બાંધછોડ ન કરવી જોઈએ.

સરકારે આપ્યો આવો જવાબ

સરકારે આપ્યો આવો જવાબ

સોનિયા ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, સરકારે મનરેગાના જિયોટેગિંગ પર કામ કર્યું છે. હવે પૈસા સીધામનરેગા કામદારોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે.

તેમણે કહ્યું કે, 2013-14 સુધી જે બજેટ નક્કી કરવામાં આવ્યું હતું તેનો ઉપયોગ પણ થયો ન હતો, પરંતુ મોદીસરકારે એક વર્ષમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુ આપ્યા છે. ગિરિરાજ સિંહે કહ્યું કે, સોનિયા ગાંધીએ જે વાતો મૂકી છે તે હકીકતથી ઘણી દૂર છે.

2013-14 માં બજેટ માત્ર 33 હજાર કરોડ હતું, જે એક લાખ 12 હજાર કરોડ સુધી પહોંચી ગયું છે. જ્યારે અનુરાગ ઠાકુર મનરેગાના મુદ્દે સોનિયા ગાંધીને જવાબ આપીરહ્યા હતા, ત્યારે કોંગ્રેસના સાંસદોએ ગૃહમાં વાંધો ઉઠાવ્યો હતો અને વિરોધ કર્યો હતો.

English summary
Sonia Gandhi oppose on reducing MGNREGA budget, Anurag Thakur answer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X