For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધીએ ભૂપેન્દ્ર સિંહ હુડાને હરિયાણામાં સરકાર બનાવવા માટે આપ્યા ફ્રી હેન્ડ

જે રીતે કોંગ્રેસે ભાજપને કાંટાની ટક્કર આપી છે તે બાદ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભૂપેન્દ્ર સિંહ હુડા સાથે વાત કરી છે.

|
Google Oneindia Gujarati News

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી જેમ જેમ આગળ વધી રહી છે તેમ રાજકીય ઘમાસાણ પણ તેજ બની રહ્યુ છે. અત્યાર સુધીના પરિણામોમાં હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભાની સંભાવના દેખાઈ રહી છે. ભાજપ સૌથી મોટી પાર્ટી તો બની છે પરંતુ બહુમતથી ઘણી દૂર જોવા મળી રહી છે. વળી, કોંગ્રેસની વાત કરીએ તો પાર્ટીને અત્યાર સુધી આવેલા ચૂંટણી પરિણામોથી ઘણો સંતોષ મળ્યો છે. કોંગ્રેસ ભલે બીજા નંબરે છે પરંતુ તેમના પ્રદર્શનથી પાર્ટીનુ મનોબળ જરૂર વધ્યુ છે. જે રીતે કોંગ્રેસે ભાજપને કાંટાની ટક્કર આપી છે તે બાદ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભૂપેન્દ્ર સિંહ હુડા સાથે વાત કરી છે. તેમને સંપૂર્ણપણે રાજ્યમાં સરકાર બનાવવા માટે ફ્રી હેન્ડ આપી દેવામાં આવ્યા છે.

સોનિયા ગાંધીએ હુડા સાથે કરી વાત

સોનિયા ગાંધીએ હુડા સાથે કરી વાત

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મતગણતરી દરમિયાન કોંગ્રેસ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડા સાથે ફોન પર વાત કરી છે. સૂત્રો મુજબ આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે ભૂપેન્દ્ર સિંહ હુડા સાથે ચૂંટણી પરિણામો પર ચર્ચા કરી તેમજ હરિયાણામાં બદલાતી સ્થિતિ વચ્ચે તેમને સરકાર બનાવવા માટે ફ્રી હેન્ડ આપી દીધા છે. સોનિયા ગાંધીએ કહ્યુ છે કે હુડા ખુદ આગળ આવીને જનતાંત્રિક જનતા પાર્ટીના પ્રમુખ દુષ્યંત ચૌટાલા સાથે વાત કરી શકે છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે જેની સાથે પણ વાત કરવા ઈચ્છે હુડા કરી શકે છે.

દુષ્યંત ચૌટાલા સાથે વાત કરી શકે છે હુડા

વાસ્તવમાં સોનિયા ગાંધીએ હરિયાણા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન બાદ એ નિર્ણય લીધો છે. તેમણે ચૂંટણી પરિણામોમાં પાર્ટીની મજબૂત વાપસી બાદ હુડા સાથે ખુદ વાત કરી. આનુ મુખ્ય કારણ એ રહ્યુ કે ચૂંટણીની બરાબર પહેલા જે રીતે પાર્ટી હાઈકમાન્ડે ભૂપેન્દ્ર સિંહ હુડા પર ભરોસો વ્યક્ત કરીને મહત્વની જવાબદારી સોંપી હતી તેનુ પરિણામ ચૂંટણી પરિણામમાં જોવા મળી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ હાઈકમાન્ડે ચૂંટણી પહેલા હરિયાણાના પૂર્વ સીએમ અને દિગ્ગજ કોંગ્રેસ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડાને કેમ્પેનિંગ કમિટીના અધ્યક્ષ બનાવ્યા હતા અને કુમારી શૈલજાને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપી હતી. પરિણામો જોઈને લાગી રહ્યુ છે કે પાર્ટીનો આ દાવ ઘણો સફળ રહ્યો છે.

આ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણી પરિણામઃ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બોલ્યા, ભાજપને નકારી ચૂક્યો છે જનમતઆ પણ વાંચોઃ હરિયાણા ચૂંટણી પરિણામઃ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બોલ્યા, ભાજપને નકારી ચૂક્યો છે જનમત

કોંગ્રેસે આપી ડેપ્યુટી સીએમની ઑફર, દુષ્યંત ચૌટાલાએ ઠુકરાવી

કોંગ્રેસે આપી ડેપ્યુટી સીએમની ઑફર, દુષ્યંત ચૌટાલાએ ઠુકરાવી

વળી, આ દરમિયાન સમાચાર એ પણ આવી રહ્યા છે કે હરિયાણા ચૂંટણીમાં કિંગમેકર બનીને ઉભરેલા દુષ્યંત ચૌટાલા વિશે કોંગ્રેસની અંદરથી માંગ ઉઠી છે. પાર્ટીના અમુક નેતાઓએ કહ્યુ છે કે દુષ્યંત ચૌટાલાને રાજ્યના સીએમ બનવાની ઑફર આપીને ગઠબંધનની સરકાર બનાવવામાં આવે. સૂત્રોની માનીએ તો કોંગ્રેસ દુષ્યંતા ચૌટાલાને ડેપ્યુટી સીએમ બનાવવા માટે રાજી થઈ ગઈ છે. જો કે સમાચાર એ પણ આવી રહ્યા છે કે દુષ્યંત ચૌટાલાએ ડેપ્યુટી સીએમની ઑફર ઠુકરાવી દીધી છે.

English summary
Sonia Gandhi talks Bhupinder Singh Hooda taken stock latest political situation Haryana Elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X