For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયાની મોદીને ચેતવણી?, BJPની ગાળા-ગાળી સહન નહીં કરી લેવાય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 માર્ચ: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતા જણાવ્યું કે તેઓ કોંગ્રેસ અને તેમના નેતાઓ સામે ગાળા-ગાળીની ભાષાનો ઉપયોગ કરી રહી છે જેને સહન કરી લેવામાં આવશે નહીં. સોનીયા ગાંધીએ સંસદીય દળની બેઠકના મંચ પરથી ભાજપાને આડે હાથે લીધું, અને તેમણે જણાવ્યું કે આ પાર્ટીના નેતાઓ સભ્યતાની તમામ હદો વટાવી ચૂક્યા છે અને કોંગ્રેસ તેને ચૂપચાપ સહન નહીં કરી લે.

તેમણે જણાવ્યું કે કોંગ્રેસ આ સ્થિતિનો મર્યાદાની સાથે સામનો કરશે અને પોતાની લડાઇ લોકો વચ્ચે લઇ જશે. કોંગ્રેસ અધ્યક્ષનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપાની રાષ્ટ્રીય પરિષદમાં કોંગ્રેસને ઉંધઇ ગણાવી હતી, અને તેમના નેતાઓની પણ નિંદા કરી હતી.

narendra modi
સોનીયા ગાંધીએ જણાવ્યું કે ભાજપ સંસદમાં અડચણ નાખી રહી છે અને ગૃહની બહાર જાણીજોઇને જુઠ્ઠાણું ફેલાવી રહી છે. પાર્ટીના સાંસદોને આ વર્ષે વિધાનસભા ચૂંટણી અને 2014ની સામાન્ય ચૂંટણીની યાદ અપાવતા કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે પાર્ટી પોતાને નિખારી રહી છે અને ચૂંટણીનો સામનો વિશ્વાસ, અને અંદાજ સાથે કરવામાં આવશે. જયપૂરમાં કોંગ્રેસની ચિંતન શિબિર બાદ પહેલીવાર પાર્ટીના સાંસદોને સંબોધી રહેલી સોનીયા ગાંધીએ જણાવ્યું કે શિબિરની જાહેરાતોને લાગૂ કરવામાં પ્રતિનિધિઓની મહત્વની ભૂમિકા છે.

જયપૂર શિબિરની જાહેરાતમાં પાર્ટી માટે સ્પષ્ટ રોડમેપ આપવામાં આવ્યો છે જેના અમલ પર બાજ નજર રાખવામાં આવશે. તેમણે બળાત્કાર સામે લાવવામાં આવેલ વિધેયક પર સર્વદળીય બેઠકમાં સહમતિનો પણ ઉલ્લેખ કર્યો, અન જણાવ્યું કે સંસદના બજેટ સત્રમાં અવકાશ હોવાના પહેલા પસાર કરી દેવાના તમામ પ્રયાસો કરવામાં આવશે.

તેમણે લોકપાલ વિધેયક ટૂંક સમયમાં પસાર કરાવવાનું પણ આશ્વાસન આશ્વાસન આપ્યું, પરંતુ તેમણે જણાવ્યું કે આના કારણે રોજના ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી સામાન્ય વ્યક્તિઓની તકલીફો દૂર થઇ શકશે નહીં. તેમણે જણાવ્યું કે સરકારની 'આપના પૈસા આપને હાથ' યોજનાથી વિભિન્ન યોજનાઓના રૂપિયા સામાન્ય વ્યક્તિ સુધી સીધા પહોંચાડી શકાશે.

English summary
for using abusive language against congress party and leader Sonia Gandhi warns to BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X