For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકપ્રિય ભારતીય મહિલાઓમાં સોનિયા ગાંધી નંબર વન

|
Google Oneindia Gujarati News

Sonia Gandhi
દિલ્હી, 8 માર્ચ : સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ના અધ્યક્ષા સોનિયા ગાંધી વર્ષ 2012માં સૌથી વધારે લોકપ્રિય ભારતીય મહિલાઓની યાદીમાં પ્રથમ સ્થાને રહ્યા છે. આ યાદીમાં અન્ય રાજકારણી મહિલાઓ મમતા બેનર્જી અને જે. જયલલિથાનો પણ સમાવેશ થાય છે.
ઔદ્યોગિક મંડળ એસોચેમ અને ઝી બિઝનેસ ન્યુઝ ચેનલ દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણને આધારે આ યાદી તૈયાર કરવામાં આવી છે. તેમાં આઇસીઆઇસીઆઇ બેંકના પ્રબંધ નિર્દેશક ચંદા કોચર, પેપ્સીકોના વડા ઇન્દ્રા નૂયી તથા અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો પણ સમાવેશ થાય છે.

આ યાદીમાં સોનિયા ગાંધી બાદ બીજા ક્રમે ચંદા કોચર, ત્રીજા ક્રમે ઇન્દ્રા નૂયી, ચોથા સ્થાને બાયોકોનના પ્રબંધ નિર્દેશક કિરણ મજમુદાર શૉ અને પાંચમા ક્રમે ઐશ્વર્યા રાયે સ્થાન મેળવ્યું છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએરજૂ કરવામાં આવેલી આ યાદીમાં એક્સિસ બેંકના સીઇઓ શિખા શર્મા છઠ્ઠા ક્રમે, અભિનેત્રી વિદ્યા બાલન સાતમા ક્રમે, ઑલિમ્પિકમાં કાંસ્યપદક વિજેતા મહિલા બોક્સર એમ સી મેરીકોમ આઠમા ક્રમે આવ્યા છે. આ સર્વેક્ષણ આ વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યું હતું.

ઉદ્યોગમંડળનું કહેવું છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, મુંબઇ, બેંગલોર, હૈદરાબાદ અને પુના સહિત વિવિધ શહેરોમાં લગભગ 2,000 વર્કિંગ વિમેનના મંતવ્યોને સર્વેક્ષણમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ યાદીમાં સાઇના નહેવાલ નવમા ક્રમે, કિરણ બેદી દસમા ક્રમે, એચએસબીસીના કન્ટ્રી હેડ નૈના લાલ કિદવાઇ 11મા ક્રમે છે. જ્યારે 12થી 20મા ક્રમે અનુક્રમે સ્વાતિ પિરામલ, શબાના આઝમી, એકતા કપૂર, ઝોયા અખ્તર, સુષ્મા સ્વરાજ, જયલલિથા, મમતા બેનરજી, મીરા કુમાર અને ડિમ્પલ યાદવનો સમાવેશ થાય છે.

સર્વેક્ષણની નોંધપાત્ર બાબત એ છે કે લોકપ્રિય મહિલાઓની યાદીમાં સૌથી વધુ સંખ્યા રાજકારણ સાથે સંકળાયેલી મહિલાઓની છે.

English summary
Sonia number 1 in popular Indian women
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X