For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં મળ્યો કોરોના વાયરસના સાઉથ આફ્રિકન વેરિઅન્ટનો પહેલો દર્દી, પ્રશાસનની વધી ચિંતા

રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના સાઉથ આફ્રિકન વેરિઅન્ટ(Sars-CoV-2 virus)નો પહેલો દર્દી જોવા મળ્યો છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં એક વાર ફરીથી કોરોનાના દર્દીઓમાં વધારો થયો છે. વળી, રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના સાઉથ આફ્રિકન વેરિઅન્ટ(Sars-CoV-2 virus)નો પહેલો દર્દી જોવા મળ્યો છે જેણે પ્રશાસનને ચિંતામાં નાખી દીધા છે. મીડિયા રિપોર્ટ અનુસાર સાઉથ આફ્રિકન વેરિઅન્ટ 33 વર્ષીય કેરળવાસીમાં મળ્યો છે જેને દિલ્લીની લોકનાયક જય પ્રકાશ હોસ્પિટલના સ્પેશિયલ વૉર્ડમાં રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે દર્દીનો દિલ્લી એરપોર્ટ પર કરવામાં આવેલ આરટી-પીસીઆર રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ તેને દિલ્લીની એલએનજેપી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. તે સાઉથ આફ્રિકાથી ભારત આવ્યો હતો.

coronavirus

તેના વિશે માહિતી આપતા ડૉક્ટરે કહ્યુ કે દર્દીની અંદર કોરોનાના કોઈ પણ લક્ષણ નહોતા પરંતુ તેનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. તે એસિંપ્ટોમેટીક છે અને તેને ઑક્સિજન સપોર્ટની જરૂર નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા ભારતના દર્દીઓમાં યુકે વેરીઅન્ટ અને બ્રાઝિલનો વેરીઅન્ટ મળ્યો હતો. દક્ષિણ આફ્રિકાના વેરીઅન્ટવાળો આ પહેલો કેસ છે. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં કોરોના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

યુવાનાને નિશાન બનાવે છે સાઉથ આફ્રિકન વેરીઅન્ટ

તમને જણાવી દઈએ કે Sars-CoV-2 virusનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં ડિસેમ્બરમાં મળ્યો હતો. તેને B.1.351 પણ કહેવાય છે. તેના લક્ષણ સામાન્ય કોરોના વાયરસ જેવા જ છે પરંતુ તે કેટલો ઘાતક છે તેના વિશે હજુ કોઈ સ્પષ્ટ પ્રમાણ મળ્યા નથી પરંતુ આ વાયરસ યુવાનોને પોતાના નિશાન બનાવે છે.

પીએમ મોદીએ બોલાવી બેઠક

કોરોનાની લેટેસ્ટ સ્થિતિ પર ચર્ચા માટે આજે પીએમ નરેન્દ્ર મોદી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક કરશે. આ વીડિયો કૉન્ફરન્સિંગ મીટિંગ સવારે 11 વાગે થશે. તમને જણાવી દઈએ કે દેશમાં રસીકરણ શરૂ થયા બાદ પહેલા વાર પીએમ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ કરશે. પંજાબમાં 3,149, કર્ણાટકમાં 1,493, ગુજરાતમાં 1,324, છત્તીસગઢમાં 1,249, મધ્ય પ્રદેશમાં 1,074 અને તમિલનાડુમાં 1,026 કેસ સામે આવ્યા છે જ્યારે રાજધાની દિલ્લીમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. શનિવારે દિલ્લીમાં સંક્રમણના 419 જ્યારે રવિવારે 407 નવા કેસ નોંધવામાં આવ્યા હતા.

એટલાન્ટાઃ ત્રણ મસાજ પાર્લરમાં ફાયરિંગ, 4 મહિલાઓ સહિત 8ના મોતએટલાન્ટાઃ ત્રણ મસાજ પાર્લરમાં ફાયરિંગ, 4 મહિલાઓ સહિત 8ના મોત

English summary
South African variant of Covid-19 1st patient confirmed in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X