તમિલ સુપરસ્ટાર રજનીકાંત શૂટિંગ દરમિયાન થયા ઘાયલ

Subscribe to Oneindia News

તમિલ સિનેમામાં ભગવાનનું સ્થાન મેળવનાર ધ ગ્રેટ એક્ટર રજનીકાંત પોતાની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન શનિવારે સામાન્ય ઇજાગ્રસ્ત થયા છે. તેમના પગમાં હળવી ઇજા થઇ છે.

rajnikant

મીડિયામાં ચાલી રહેલા સમાચારો મુજબ રજનીકાંત ચેન્નઇ સ્થિત કેલમ્બક્ક્મ વિસ્તારમાં પોતાની ફિલ્મ એન્ધરિનની સિક્વલ '2.0' ની શૂટિંગ દરમિયાન પડી ગયા હતા જેના કારણે તેમને ઇજા થઇ હતી. ત્યારબાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યુ કે રજનીકાંતને રાતે 8.45 કલાકે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમને સામાન્ય ઇજા થઇ છે જેનો ઉપચાર કર્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

જો કે રજનીકાંતની ટીમના સભ્યોએ તેમના પગમાં થયેલી ઇજાની ઘટના અંગે કોઇ પુષ્ટિ કરી નથી. પરંતુ તેમણે એક વીડિયો ટ્વીટ કર્યો જેમાં રજનીકાંત એક બિલ્ડીંગમાંથી બહાર નીકળી રહ્યા છે. તમને જણાવી દઇએ કે '2.0' રજનીકાંતની ફિલ્મ એન્ધરીનની સીક્વલ છે, જેના નિર્દેશક જાણીતા ફિલ્મ ડાયરેક્ટર શંકર છે. જણાવવામાં આવી રહ્યુ છે કે 400 કરોડના મોટા બજેટવાળી આ ફિલ્મમાં બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર અને એમી જેક્શન પણ મુખ્ય ભૂમિકામાં છે. ઓસ્કર વિજેતા એ આર રહેમાને આ ફિલ્મનું સંગીત આપ્યુ છે.

English summary
South Superstar Rajinikanth Injured during Shooting a Film, Team says He is fine.
Please Wait while comments are loading...