For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટેશન અને ચાલતી ટ્રેનમાં સેલ્ફી લીધી તો થશે 6 મહિનાની જેલ

સેલ્ફી લેવાના ચક્કરમાં થતા લોકોના મૃત્યુ પર રેલવેએ કડક વલણ અપનાવ્યું છે. જો તમે રેલ્વે દ્વારા નિર્ધારિત સ્થાનો પર જો સેલ્ફી લેતા પકડાઈ ગયા, તો પછી તમને દંડ થઈ શકે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

સેલ્ફી લેવાના ચક્કરમાં થતા લોકોના મૃત્યુ પર રેલવેએ કડક વલણ અપનાવ્યું છે. જો તમે રેલ્વે દ્વારા નિર્ધારિત સ્થાનો પર જો સેલ્ફી લેતા પકડાઈ ગયા, તો પછી તમને દંડ થઈ શકે છે. રેલવે ડિપાર્ટમેન્ટે ટ્રેનના આગમન દરમિયાન સેલ્ફી લેવાના પ્રયાસરૂપે થયેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને આ કડક પગલું ભર્યું છે. ટ્રેનના ફૂટ બોર્ડ પર લટકતા જઈને સેલ્ફી લેવાના ચક્કરમાં ઘણાં લોકો મૃત્યુ પામ્યા છે. દક્ષિણ રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલાં જાહેરનામામાં એવું કહેવામાં આવ્યું છે કે, જો કોઇ વ્યક્તિને આ સ્થળોમાં સેલ્ફી લેતા પકડવામાં આવે તો તેને 2 હજાર રૂપિયા સુધી દંડ થઈ શકે છે.

દક્ષિણી રેલવેએ આપ્યા સૂચનો

દક્ષિણી રેલવેએ આપ્યા સૂચનો

કોઇમ્બતુર રેલવે જંકશન સિંથીલ વેલેએ જણાવ્યું કે દક્ષિણી રેલવેમાં સામેલ વિભાગ હેઠળ આવતા બધા જ સ્ટેશન માસ્તરો અને વ્યવસ્થાપકો માટે એક ઓર્ડર પ્રસારિત કરવામાં આવ્યો છે. ટ્રેન અકસ્માતો દૂર કરવા માટે આ પહેલ કરવામાં આવી છે. આ નવા ઓર્ડર હેઠળ માત્ર શાળાના વિદ્યાર્થીઓ અને યુવાન માટે નહિ, પરંતુ વૃદ્ધ લોકો જેઓ ટ્રેનમાં દૈનિક મુસાફરી કરે છે અને તેવી વિવાહિત સ્ત્રીઓ જેઓ તેમના સંતાનો સાથે ટ્રેન યાત્રામાં ફોટો લે છે.

સેલ્ફી લેતી વખતે લોકો થઇ જાય છે મોતના શિકાર

સેલ્ફી લેતી વખતે લોકો થઇ જાય છે મોતના શિકાર

તેમણે જણાવ્યું હતું કે મોટા ભાગના અકસ્માતો ત્યારે થાય છે જયારે ચાલતી ટ્રેન પાસે જઈને સેલ્ફી લેવાની કોશિશ કરે છે અથવા ટ્રેનના ફૂટબોર્ડ પર ઊભા રહીને ફોટો લેવાનો પ્રયાસ કરે છે. આવી ઘટનાઓને નિરુત્સાહ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આકર્ષક ચિત્રો લેવા માટે મોબાઇલ ફોન્સનો ઉપયોગ કરનાર લોકોનું આ વલણ બની ગયું છે, જેના પરિણામે આવા પ્રયત્નો દરમિયાન અકસ્માતો થાય છે.

6 મહિના સુધીની થઇ શકે છે જેલ

6 મહિના સુધીની થઇ શકે છે જેલ

સમગ્ર દેશમાં ઘણા સ્ટેશનોમાંથી મૃત્યુના આવા કિસ્સાઓની જાણ થઈ છે. સ્ટેશનો પર આવા અકસ્માતોને રોકવા માટે રેલવે પોલીસ અને આરપીએફને આવા લોકોને ઓળખવા અને રૂ. 2000 સુધીનો દંડ લાદવાની સૂચના આપવામાં આવી છે. જો વ્યક્તિ ફરીથી આવા કાર્યો કરતા પકડાય તો તેને છ મહિના માટે જેલની સજા થઈ શકે છે.

English summary
Southern railway fine passengers rs 2000 for taking selfies in front of trains
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X