મોદી લહેર પર રોક લગાવી SP-BSPની જોડીએ, ઇતિહાસ ફરી લખાયો

Posted By:
Subscribe to Oneindia News

1993માં જ્યારે એસપી-બીએસપીએ હાથ મેળવ્યો હતો ત્યારે ભાજપ હારી હતી. એક વાર ફરી 25 વર્ષ પછી એસપી-બીએસપીએ હાથ મેળવ્યો છે તો ભાજપની હાર થઇ છે. ત્યારે અયોધ્યાના મામલે વિવાદ કામ આવ્યો હતો અને આજે મોદી લહેર. ચોક્કસથી ત્રિપુરામાં જીત પછી જીતની આદત પાડી ચૂકેલ મોદી સરકારના યોગી રાજના આ હાર ભારે પડી છે. 30 વર્ષથી જે ગોરખપુરમાં ભાજપ સતત જીતતું આવ્યું હતું. અને જ્યાં ભાજપ સિવાય કોઇ આવશે તેવું વિચારવું મુશ્કેલ હતું ત્યાં પણ એસપી આગળ નીકળી ગયું છે. યુપીના સીએમ અને ડેપ્યુટી સીએમની આ ચૂંટણીમાં હાર થઇ છે.

modi

બંન્નેએ લાખ પ્રયાસ છતાં પોતાની સીટો બચાવી નથી શક્યા. યોગી અને કેશવની આ હાર સીધી રીતે ભાજપની હાર તરીકે જોવામાં આવી રહી છે. આ એજ ઉત્તર પ્રદેશ છે જ્યાં અમિત શાહની રણનીતિએ ભાજપને 71 સીટો અપાવી હતી. પણ મોદીની લહેર સામે એસપી અને બીએસપીનું ગઠબંધન પથ્થરની ચટ્ટાન બનીને ઊભું રહ્યું છે. જેની સીધી અસર 2019ના લોકસભા ચૂંટણીઓમાં જોવા મળશે. વળી લોકસભાની ચૂંટણીમાં તમામ વિપક્ષ પણ મોદી સામે એક થાય તેવી સંભાવનાઓ પણ આ જીતે પ્રબળ કરી છે. જો કે ભાજપની આ હાર પછી મમતા બેનર્જીએ કહ્યું કે અંતની શરૂઆત થઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ભાજપની આ હારથી વિપક્ષમાં ખુશીનો માહોલ છવાયો છે.

English summary
SP BSP alliance defeat BJP in gorakhpur phulpur up by polls 2018

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.