યુપીના મેરઠના રમખાણો માટે સપા સરકાર જવાબદાર

Google Oneindia Gujarati News

મેરઠ, 11 મે : ઉત્તરપ્રદેશમાં ભડકેલા રમખાણોને માટે રાજ્યની સમાજવાદી પાર્ટીની સરકારને જવાબદાર માનવામાં આવી રહી છે. કહેવામાં આવે છે કે આ રમખાણો માટે સપાએ જ હથિયારો પૂરા પાડ્યા હતા.

મેરઠમાં શનિવારે ફાટી નીકળેલા રમખાણો અને તેમાં માર્યા ગયેલા ત્રણ લોકો તથા અનેક ઘાયલો એ બાબત તરફ ઇશારો કરે છે કે સમાજવાદી પાર્ટી ઉત્તરપ્રદેશમાં ફાટી નીકળેલા રમખાણોને રોકી શકવામાં વિફળ ગઇ છે. ઘણા લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે મેરઠના રમખાણો સમાજવાદી પાર્ટી સરકારની જ દેન છે. આ રમખાણોમાં લોકોને મારવા માટે એકે 47 રાઇફલનો ઉપયોગ થયો હતો.

meerut-riots

લોકસભા ચૂંટણી 2014નો અંતિમ તબક્કો 12 મેના રોજ યોજાવાનો છે ત્યારે રાજ્યમાં હજી આચારસંહિતા અમલમાં છે. સામાન્ય બાબત છે કે આચારસંહિતા લાગુ કરતા પહેલા જિલ્લા વહીવટી તંત્રની જવાબદારી હોય છે કે પ્રદેશમાં જેટલા પણ લાયસન્સ છે તેમને જપ્ત કરી લેવામાં આવે.

યુપી સરકાર આ સલામતીના પગલાં ભરવામાં ચૂક ખાઇ ગઇ છે જેના કારણે ચૂંટણી બાકી હોવા છતાં લોકોના હાથમાં બંદૂકો જોવા મળી રહી છે. મહત્વની બાબત એ છે કે રમખાણોમાં માર્યા ગયેલા અને ઘાયલોને હોસ્પિટલ લઇ જવા માટે એમ્બયુલન્સ અને ફાયર બ્રિગેટની કોઇ ગાડી પહોંચી ન હતી.

મેરઠમાં હિંસા ભડકી એ પહેલા શહેરમાંથી હથિયારો અને કારતૂસનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ હથિયારો ક્યાંથી આવ્યા એ પણ એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ છે કે હથિયારો તો આવી ગયા પણ ત્યાર પછી તેને કબ્જે શા માટે કરવામાં આવ્યા નહીં. આ રમખાણોમાં પેટ્રોલ બોમ્બ જેવા હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. કહેવાય છે કે આ માટે પહેલાથી જ ઘરોમાં હથિયારો છુપાવી રાખવામાં આવ્યા હતા.

English summary
SP Government is responsible for Merath sectarian riots; provided weapons for violence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X