જુઓ કેવી રીતે અખિલેશ-મુલાયમે ઉડાવી રમખાણો પીડિતોની મજાક

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 29 ડિસેમ્બર: એક સમય તે હતો જ્યારે મુજ્જફનગર રમખાણની આગમાં સળગી રહ્યું હતું, રસોડા તવા પર રોટલીઓ છોડીને મહિલાઓ પોતાના બાળકોને લઇને આમતેમ ભાગી રહી હતી, ચારે તરફ મોતની બૂમો સંભળાઇ રહી હતી ત્યારબાદ તે સમય આવ્યો જ્યારે રમખાણ પીડિતો બધુ ગુમાવી ચૂક્યા હતા અને રાહત શિબિરમં રહેતા હતા.

અહી સુધી લોકોનું દર્દ ઓછું ના થયું. પીડિતો ઠંડીમાં ઠુઠવાઇ રહ્યાં હતા, પરંતુ પરિસ્થિતી એમની એમ હતી, સરકાર તે સમયે પણ સંવેદનહીન હતી અત્યારે પણ. જી હાં મુજફ્ફરનગરમાં ફેલાયેલા માતમ અને દર્દને પ્રદેશના મુખિયા અખિલેશ યાદવ ભૂલી ગયા છે અને સૈફઇ મહોત્સવમાં રંગારંગ ક્રાર્યક્રમનો આનંદ માણી રહ્યાં છે. ઓછા વસ્ત્રોમાં બૉલીવુડની હસીનાઓના રંગારંગ ક્રાર્યક્રમ, વિદેશીથી બોલાવેલી ડાન્સરોના ઠુમકા અને કોમેડીના બાદશાહ કપિલ શર્માના કોમેડીએ અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવને એ પ્રકારે ફસાવી દિધા છે કે તેમનું ધ્યાન મુજફ્ફરનગરના પીડિતો તરફ ગયું જ નહી અને તે મહોત્સવમાં બેસીને હસતા રહ્યાં.

saifai-mahotsav-akhilesh-yadav-mulayam-singh

જી હાં આ સત્ય છે. હાલમાં ઠંડીનો ચમકારો અસહ્ય છે. યુપી સરકાર હંમેશાની જેમ હાલમાં સૈફઇ મહોત્સવ મનાવી રહી છે. સૈફઇ મહોત્સવથી કદાચ જ કોઇને પરેશાની હોય, પરંતુ જ્યારે પ્રદેશના ઘણાબધા લોકો મુસીબતમાં હોય અને સુપ્રિમો રંગારંગ ક્રાર્યક્રમ કરાવી રહ્યાં તો પછી આંગળી ચિંધાઇ એમાં નવાઇ નથી. આ વાતનો બચાવ કરતાં અખિલેશ યાદવે કહ્યું હતું કે આ તો દશકા જુની સમાજવાદી પાર્ટીની પરંપરા છે.

તેમને મીડિયા પર દોષનો ટોપલો પહેરતાં કહ્યું હતું કે મને ખબર છે કે તમે લોકો આ ફેસ્ટિવલને કવર કરવા નથી આવ્યા પરંતુ એક વિંડોમાં રાહત શિબિરોની સ્થિતી બતાવશો તો બીજી વિંડોમાં ફેસ્ટિવલના ભાગ બતાવશો. રાજ્ય સરકારનું કહેવું છે કે રમખાણ પીડિતોને રાહત કાર્યોમાં અત્યાર સુધી 95 કરોડ રૂપિયા ખર્ચ થઇ ગયા છે પરંતુ એ તમે નહી બતાવો કે સૈઇફ મહોત્સવમાં કેટલા રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાહત શિબિરોમાં રહેતા 34 બાળકોના ઠંડીના મોત થયા છે. શિબિરોમાં રહેતા હજારો શરણાર્થી ઠંડીમાં ધ્રુજી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકાર પાસે આશા લગાવીને બેસ્યાં છે તેમને જલદીથી જલદી તેમના ઘર મળી જાય. પરંતુ પ્રદેશના મુખિયા તો છોકરીઓના ડાન્સ અને કોમિડિયન્સની કોમેડી જોઇને મજા માણી રહ્યાં છે.

English summary
Hundreds of refugee families living in the ill-equipped relief camps of Muzaffarnagar may be suffering in the cold and their children dying of different cold-related illnesses but the ruling SP seems more concerned about the successful conduct of the grand annual Saifai Mahotsav.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.