સ્પીકર વિ. ટીમ પાયલટઃ આ એક શબ્દના કારણે મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ
રાજસ્થાનનો રાજકીય સંગ્રામ હવે વિધાનસભા વિરુદ્ધ સચિન પાયલટ ટીમ થઈ ગઈ છે.
રાજસ્થાનનો રાજકીય સંગ્રામ હવે વિધાનસભા વિરુદ્ધ સચિન પાયલટ ટીમ થઈ ગઈ છે. હાઈકોર્ટના ચુકાદા સામે બુધવારે વિધાનસભા સ્પીકર સીપી જોશીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો જેના પર આજે (23 જુલાઈ)ને ઉચ્ચતમ ન્યાયાલયના જસ્ટીસ અરુણ મિશ્રા, જસ્ટીસ બીઆર ગવઈ અને જસ્ટીસ કિશન મુરારીની બેંચે સુનાવણી કરી. જો કે અહીંથી કોઈને ઝટકો કે રાહત મળી છે અને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ કે લોકતંત્રમાં અસંતોષના અવાજને બંધ ન કરી શકાય.

ઉલ્લેખનીય છે કે સચિન પાયલટ સહિત 19 કોંગ્રેસી બાગી ધારાસભ્યોના સામે વિધાનસભા અધ્યક્ષ દ્વારા અયોગ્ય નોટિસ જારી થયા બાદથી આ કેસ રાજસ્થાન હાઈકોર્ટમાં છે. 24 જુલાઈએ આ કેસમાં અદાલતનો ચુકાદો આવવાનો છે. આ દરમિયાન હાઈકોર્ટે આદેશ આપ્યો કે 24 જુલાઈ સુધી સ્પીકર કોઈ કાર્યવાહી ન કરી શકે. કોર્ટના આ ચુકાદા સામે સીપી જોશીએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. સીપી જોશીએ તર્ક આપ્યો કે આ સુનિશ્ચિત કરવો મોટી અદાલતની ફરજ છે કે બધા બંધારણીય અધિકારી પોતાની લક્ષ્મણ રેખાની અંદર રહીને કામ કરે.
આના પર સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યુ તો સમસ્યા માત્ર શબ્દ સાથે છે? દરેક જગ્યાએ આદેશને અનુરોધ કહે છે. અદાલતે કહ્યુ કે આ કેસમાં લાંબી સુનાવણીની જરૂર છે. આના પર સિબ્બલે ફરીથી કહ્યુ કે તમે લાંબા સમય સુધી સુનાવણી કરી શકે છે પરંતુ સ્પીકરને આપેલા અંતરિમ નિદ્રેશને હટાવી દેવા જોઈએ. માય લૉર્ડે ક્યારેય આ રીતનો અંતરિમ આદેશ પાસ કર્યો નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
