અબુ સલેમ સમેત 6ને દોષી જાહેર કર્યો પણ એકને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો

Posted By:
Subscribe to Oneindia News

વર્ષ 1993માં મુંબઇમાં થયેલા એક પછી એક વિસ્ફોટમાં છેવટે આજે ટાડા કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી લીધો છે. કોર્ટે અબુ સલેમ સમેત અન્ય 7 દોષીઓને પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ હુમલો 12 માર્ચ 1993 થયો હતો. અને તેમાં અબુ સલેમ સમેત મુસ્તફા ડોસા, ફિરોઝ ખાન, તાહિર મર્ચેટ, રિયાઝ સિદ્દીકી, કરીમુલ્લા શેખ અને અબ્દુલ કયૂમ હતા. આ કેસમાં અબુ સલેમ સમેત 6 આરોપીને દોષી માનવામાં આવ્યા છે. જ્યારે અબ્દુલ કય્યૂમને પુરાવાના કારણે છોડી મૂકવામાં આવ્યો છે.

mumbai blast

અબુ સલેમ પર કોર્ટે આંતકી ગતિવિધિ અને કાવતરું કરવા જેવા આરોપો હેઠળ દોષી જાહેર કર્યો છે. ફિરોજ અબ્દુલ ખાનને હત્યાનો દોષી જાહેર કરવામાં આવ્યો છે. તાહિર મર્ચેન્ટને પણ ટાડા હેઠળ દોષી માનવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે 1993માં જ્યારે મુંબઇ હુમલો થયો ત્યારે કુલ 27 કરોડની સંપત્તિને નુક્શાન થયું હતું અને સાથે જ અનેક લોકોની મોત સમેત અનેક લોકોને આજીવન ઇજાઓના કારણે હાડમારી ભોગવવાનો વારો આવ્યો હતો. 2007માં થયેલા પહેલા ચરણના નિર્ણયમાં 100 લોકોને દોષી સાબિત કરીને 23 લોકોને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવામાં આવ્યા હતા.

English summary
Special tada court to pronounce verdict in 1993 mumbai blast case. Read here more on that.
Please Wait while comments are loading...