For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પાઈસજેટે બધા બોઈંગ 737 મેક્સ વિમાનો પર તાત્કાલિક અસરથી લગાવી રોક

ઈથોપિયન્સ એલાઈન્સનું વિમાન જે રીતે ઉડાનની માત્ર અમુક જ મિનિટોમાં ક્રેશ થઈ ગયુ ત્યારબાદ દુનિયાભરના મોટા દેશ બોઈંગ 737 મેક્સની ઉડાન પર રોક લગાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ઈથોપિયન્સ એલાઈન્સનું વિમાન જે રીતે ઉડાનની માત્ર અમુક જ મિનિટોમાં ક્રેશ થઈ ગયુ ત્યારબાદ દુનિયાભરના મોટા દેશ બોઈંગ 737 મેક્સની ઉડાન પર રોક લગાવી રહ્યા છે. બ્રિટન, જર્મની, સિંગાપોર, ફ્રાંસ સહિત ઘણા દેશોએ પોતાના એર સ્પેસમાં બોઈંગ 737 મેક્સની ઉડાન પર રોક લગાવી દીધી છે. ત્યારબાદ ભારતે પણ બોઈંગ 737 મેક્સની ઉડાન પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી. ડિરોક્ટરેટ જનરલ સિવિલ એવિએશને બોઈંગ 737 મેક્સની ઉડાન પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી હતી. ત્યારબાદ સ્પાઈસજેટે પણ બોઈંગ 737 મેક્સની ઉડાન પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે.

spicejet

મુસાફરો, ક્રૂ મેમ્બરની સુરક્ષા વધુ મહત્વની

સ્પાઈસજેટે બધા બોઈંગ 737 મેક્સની ઉડાન પર ડીજીસીએના નિર્ણય બાદ રોક લગાવી દીધી છે અને આ બધી ઉડાનોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે. કંપની તરફથી આ બધા 373 મેક્સ વિમાનને ઉડાન ભરવાની મનાઈ કરી દેવામાં આવી છે. સ્પાઈસજેટ તરફથી કહેવામાં આવ્યુ છે કે મુસાફરો, ક્રૂ મેમ્બરની સુરક્ષા અમારા માટે સૌથી વધુ મહત્વની છે. માટે અમે તમામ બોઈંગ 737 મેક્સ વિમાનની ઉડાનને તાત્કાલિક અસરથી સ્થગિત કરી રહ્યા છે અને આ બધા વિમાનની ઉડાન પર રોક લગાવી રહ્યા છે.

ઘણા દેશોએ લગાવી રોક

આ પહેલા લગભગ એક ડઝન દેશ 737 મેક્સ વિમાનો પર રોક લગાવી ચૂક્યા છે. 737 મેક્સને ઘણા કેરેબિયન એરલાઈન્સ ઈથોપિયા, ભારત સિંગાપોર, ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, ચીન, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, મંગોલિયા, બ્રિટન, જર્મની, ફ્રાંસ, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, રશિયા, તુર્કી, અમેરિકા, ઈટલી અને ઓમાને હાલમાં ઉડાનો ભરવાથી પ્રતિબંધિત કરી દીધા છે.

સુધારા માટે આદેશ

અમેરિકી નિયામકોએ બોઈંગના મોડેલમાં તાત્કાલિક સુધારો કરવાનો ભલે આદેશ આપ્યો હોય પરંતુ બ્રિટન, ફ્રાંસ, જર્મની, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, આયરલેન્ડ, આઈસલેન્ડ અને ઓમાન જેવા દેશોએ પોતાના વાયુક્ષેત્રમાં બધા 737 મેક્સ વિમાનો પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી છે. આ પહેલા ચીન અને ઈન્ડોનેશિયા પણ સોમવારે આ વિમાનો પર રોક લગાવી ચૂક્યુ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રિયંકા ગાંધીની પહેલી ચૂંટણી રેલીઃ જાગૃત બનો એનાથી મોટી કોઈ દેશભક્તિ નથીઆ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રિયંકા ગાંધીની પહેલી ચૂંટણી રેલીઃ જાગૃત બનો એનાથી મોટી કોઈ દેશભક્તિ નથી

English summary
SpiceJet: flyspicejet has suspended Boeing 737 Max operations following DGCA's decision.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X