For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં મફત મળશે Sputnik V કોરોના વેક્સિન, પોલીયો વેક્સિનેશન ચેઈનનો ઉપયોગ કરાશે

દેશમાં કોરોના વેક્સિનની અછત વચ્ચે ભારત સરકાર વધુ એક વિદેશી વેક્સિનને લોકો સુધી પહોંચાડવા કામે લાગી છે. સરકાર રશિયાની સ્પુતનિક-વી વેક્શિન લોકો સુધી મફતમાં ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વેક્સિનની અછત વચ્ચે ભારત સરકાર વધુ એક વિદેશી વેક્સિનને લોકો સુધી પહોંચાડવા કામે લાગી છે. સરકાર રશિયાની સ્પુતનિક-વી વેક્શિન લોકો સુધી મફતમાં ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહી છે. કોવિડ-19 વર્કિંગ ગ્રુપના ચેરમેન ડૉ. એન. કે. અરોડાએ જણાવ્યુ છે કે, હાલમાં આ વેક્સિન પ્રાઈવેટ સેક્ટરમાં ઉપલબ્ધ છે. અમે આને મફત ટીકાકરણ અભિયાનનો ભાગ બનાવા માંગીએ છીયે. ડૉ. અરોડાએ વધુમાં જણાવ્યુ કે આ વેક્સિનને માઈનસ 18 ડીગ્રી પર સ્ટોર કરવી પડે છે. જેના માટે પોલીયો વેક્સિન રાખવા કામ આવનારી કોલ્ડ ચેનનો ઉપયોગ કરવામાં આવશે. જેનાથી વેક્શિન ગ્રામીણ વિસ્તારોમાં પહોચાડી શકાય.

Sputnik V

જુલાઈ સુધીમાં 50 કરોડ ડોઝ વેક્સિન લાગી જશે. ડૉ. અરોડાના જણાવ્યા મુજબ ભારતમાં અત્યાર સુધીમાં 34 કરોડ ડોઝ લાગી ચુક્યા છે. જૂલાઈના અંત સુધીમાં બીજા 12 થી 16 કરોડ ડોઝ લાગવાની સંભાવના છે. જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે જણાવ્યુ હતુ કે જૂલાઈના અંત સુધીમાં 50 કરોડ ડોઝ વેક્સિન આપી દેવાશે.

હાલમા ભારતમાં મોટાભાગનું વેક્સિનેશન કોવિશિલ્ડ અને કોવેક્શિન દ્વારા જ થઈ રહ્યુ છે. ડૉ. અરોડાના જણાવ્યા અનુસાર, આ બે વેક્સિનનું ઉત્પાદન વધારવા ઉપરાંત સ્પુતનિક-વી અને મોર્ડના તેમજ ઝાયડસ કેડિલા વેક્સિન રોલઆઉટ થતા વેક્સિનેશન રોજ 1 કરોડ ડોઝ સુધી પહોંચી શકે છે. સરકારનું લક્ષ્ય આ વર્ષના અંત સુધીમાં 18 વર્ષથી ઉપરના તમામ 93 કરોડ લોકોને વેક્શિન આપી દેવાનું છે. બીજી કરફ આઈસીએમઆરે કોરોનાની ત્રીજી લહેરની ચેતવણીની સંભાવના પણ વ્યક્ત કરી છે.

English summary
Sputnik V corona vaccine will be available for free in India. Polio vaccination chain will be used
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X