લાલકૃષ્ણ અડવાણીના પુત્ર જયંતની પણ થઇ જાસૂસી

Jayant-Advani
નવી દિલ્હી, 16 માર્ચઃ ભાજપી નેતા અરૂણ જેટલીની જાસૂસીના આરોપોમાં ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ અને તેમની પાસેથી જપ્ત કરાયેલા કોમ્પ્યુટર્સથી અન્ય કેટલાક મોટા ખુલાસા થયા છે. દિલ્હી પોલીસે જણાવ્યા પ્રમાણે અત્યારસુધી તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીએ લાલકૃષ્ણ અડવાણીના પુત્ર જયંત સહિત કેટલાક પત્રકારોના પણ કોલ ડિટેલ્સ કઢાવ્યા હતા.

જેટલી જાસૂસી કાંડમાં દિલ્હી પોલીસ આ કેસના ઉંડાણ સુધી જવામાં લાગી છે. આરોપીઓ પાસેથી જે કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યા છે, તેના ડેટાથી દિલ્હી પોલીસને કેટલીક વધુ મહત્વની જાણકારીઓ મળી છે. કોમ્પ્યુટર્સમાંથી મળેલા દસ્તાવેજોથી દિલ્હી પોલીસને જાણવા મળ્યું છે કે આરોપીઓએ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીના પુત્ર જયંત અડવાણી, એક ચેનલના સંપાદક અને એક મેગેઝિનના સંપાદકના કોલ ડિટેલ્સ પણ કઢાવ્યા હતા.

આ ઉપરાંત દિલ્હીના એક વ્યાપારી શ્યામ નાયકના પણ કોલ ડિટેલ કઢાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જયંત અડવાણીએ કહ્યું કે, કોલ ડિટેલ્સ કઢાવવા દુર્ભાગ્યપૂર્ણ છે. દિલ્હી પોલીસે આ લોકોના કોલ ડિટેલ્સ કઢાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા કોન્સ્ટેબલ અરવિંદ ડબાસ અને પ્રાઇવેટ જાસૂસ નીજજ વિરુદ્ધ વધુ એક કેસ દાખલ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X