For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીધન્યા, IAS બનનારી કેરળની પહેલી આદિવાસી યુવતીને રાહુલ ગાંધીએ આપ્યા અભિનંદન

વાયનાડની શ્રીધન્યા સુરેશ યુપીએસસી પરીક્ષા પાસ કરનારી કેરળની પહેલી આદિવાસી મહિલા બની ગઈ છે.

|
Google Oneindia Gujarati News

સંઘ લોકસેવા કમિશન 2018 ( UPSC Civil Services Result 2018) ની વાર્ષિક પરિક્ષાના પરિણામ ઘોષિત કરી દેવામાં આવ્યા છે. શુક્રવારે UPSCએ કેન્દ્રીય સેવાઓ સાથે સાથે ભારતીય પ્રશાસનિક સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલિસ સેવાના પરિણામો પણ ઘોષિત કર્યા હતા. UPSCમાં આ વખતે કનિષ્ક કટારિયાએ ટૉપ કર્યુ છે. વળી, વાયનાડની શ્રીધન્યા સુરેશ યુપીએસસી પરીક્ષા પાસ કરનારી કેરળની પહેલી આદિવાસી મહિલા બની ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શ્રીધન્યાને તેમના સફળતા પર અભિનંદન પાઠવ્યા છે.

રાહુલ ગાંધીએ વાયનાડની શ્રીધન્યાને આપ્યા અભિનંદન

રાહુલ ગાંધીએ વાયનાડની શ્રીધન્યાને આપ્યા અભિનંદન

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ, ‘વાયનાડની શ્રીધન્યા સુરેશ, કેરળની પહેલી આદિવાસી યુવતી છે જેમને સિવિલ સેવા માટે પસંદ કરવામાં આવ્યા છે. શ્રીધન્યાની સખત મહેનત અને સમર્પણે તેમના સપનાને સાચુ કરવામાં મદદ કરી. શ્રીધન્યા અને તેમના પરિવારને હું અભિનંદન આપુ છુ અને તેમની શાનદાર સફળતાની કામના કરુ છુ.' રાહુલ ગાંધઈ કેરળની વાયનાડ લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે.

UPSC પરીક્ષા પાસ કરનારી કેરળની પહેલી આદિવાસી મહિલા બની

શ્રીધન્યા કેરળના વાયનાડ જિલ્લાની રહેવાસી 22 વર્ષની શ્રીધન્યા સુરેશે સિવિલ સેવા પરીક્ષા 2018માં 410માં રેંકમાં મેળવી છે. આ પરીક્ષામાં ઉંચો રેંક મેળવનાર અન્ય કેરળવાસીઓમાં આર શ્રીલક્ષ્મી (29મો રેંક), રંજના મેરી વર્ગીસ (49મો રેંક) અને અર્જૂન મોહન (66મો રેંક) શામેલ છે. શ્રીધન્યા સુરેશની આ સફળતા પર રાજ્યના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પણ તેમને અભિનંદન પાઠવ્યા છે. કેરળના સીએમે અન્ય પરીક્ષાર્થીઓને પણ અભિનંદન પાઠવ્યા છે.

કનિષ્ક કટારિયાએ કર્યુ ટૉપ

કનિષ્ક કટારિયાએ કર્યુ ટૉપ

સંઘ લોકસેવા કમિશન 2018ની વાર્ષિક પરીક્ષાનું પરિણામમાં કનિષ્ક કટારિયાએ ટૉપ કર્યુ છે. વળી, બીજા નંબર પર અક્ષત જૈન છે. વળી જુનેદ અહેમદ ત્રીજા નંબર પર રહ્યા છે. આ પરીક્ષા માટે આ વખતે કુલ 759 ઉમેદવારોની પસંદગી થઈ હતી. આમાં સામાન્ય કેટેગરીના 361, ઓબીસીના 209, એસસીના 128 અને એસટીના 61 ઉમેદવાર શામેલ છે.

આ પણ વાંચોઃ વંદે ભારત ટ્રેન પર પત્થરમારો કરનારાની હવે ખેર નથી, આ રીતે થશે ઓળખઆ પણ વાંચોઃ વંદે ભારત ટ્રેન પર પત્થરમારો કરનારાની હવે ખેર નથી, આ રીતે થશે ઓળખ

English summary
Sreedhanya, first tribal woman from Wayanad clears upsc, rahul gandhi wishes her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X