સવારે ભાજપમાં શ્રીરામ સાંજ થતાં કરી દીધા ‘રામ-રામ’

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 માર્ચઃ હિન્દુવાદી સંગઠન શ્રીરામ સેનાના વિવાદિત પ્રમુખ પ્રમોદ મુતાલિક ભાજપમાં સામેલ થયા બાદ પક્ષની ચારેકોર ટીકા થવા લાગી, જેને લઇને ભાજપે ગણતરીના કલાકોમાં જ આ વિવાદિત પ્રમુખથી દૂરી બનાવી લીધી છે.

pramod-muthalik
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શ્રીરામ સેનાના પ્રમુખ પ્રમોદ મુતાલિક ભાજપમાં સામેલ થયા હતા, પરંતુ વિપક્ષી દળો સાથે ગોવાના મુખ્યમંત્રી પાર્રિકરના વિરોધ બાદ પક્ષ પુનર્વિચાર કરવા માટે મજબૂર થઇ ગયો હતો. પાર્ટીની અંદર અને બહાર વિરોધ થતો જોઇને ભાજપે આખરે રવિવારે મોડી સાંજે મુતાલિકની પક્ષનું સભ્ય પદ રદ કરી દીધું અને તેમને રામ-રામ કરી દીધું. પાર્ટી નેતા નિર્માલા સીતારામણે ભાજપના કેન્દ્રીય નેતૃત્વના આ નિર્ણયની જાણકારી આપી અને કહ્યું કે, ભાજપ આ અંગે ટૂંક સમયમાં નોટિસ જારી કરશે.

મુતાલિકને પક્ષના સભ્ય બનાવવાના નિર્ણયને લઇને ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકર ઘણા નારાજ હતા. તેમણે આ અંગે પક્ષ અધ્યક્ષ રાજનાથ સિંહ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રો અનુસાર ત્યારબાદ નિતીન ગડકરી, અરૂણ જેટલી અને રાજનાથ સિંહ વચ્ચે આ અંગે ફોન પર ચર્ચા થઇ.

પાર્ટીમાં વધતી નારાજગીને જોઇને રાજનાથ સિંહે આ મુદ્દે કર્ણાટકના પ્રદેશ પ્રભારી સાથે વાત કરી અને બાદમાં મુતાલિકનું સભ્ય પદ ખારિજ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. નોંધનીય છે કે, આ પહેલા પ્રમોદ મુતાલિકને રવિવારે સવારે ભાજપના રાજ્ય એકમના પ્રમુખ પ્રહ્વાદ જોશી, પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર અને પૂર્વ ઉપમુખ્યમંત્રી કેએસ ઇશ્વરપ્પા સહિત તમામ દિગ્ગજ નેતાઓની હાજરીમાં પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા.

English summary
The Bharatiya Janata Party cancelled the membership Pramod Muthalik, the controversial chief of Hindu outfit Sri Ram Sena, within hours of his induction into the party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X