'રામ મંદિર મુદ્દે મધ્યસ્થતા કરાવનારા શ્રી શ્રી કોણ?'

Written By:
Subscribe to Oneindia News

રામજન્મભૂમિનો મુદ્દો ઉકેલવા અયોધ્યા પહોંચેલા શ્રી શ્રી રવિશંકરે અહીં કહ્યું હતું કે, ઘણીવાર કોઇ ઉકેલ અસંભવ લાગે છે, પરંતુ આપણા લોકો, યુવા અને બંને સમુદાયના નેતાઓ આને સંભવ કરી શકે છે. હું માનું છું કે, ઘણા લોકો આ વાત સાથે સંમત નહીં થાય, પરંતુ મોટી સંખ્યામાં મુસ્લિમો રામ મંદિરનો વિરોધ નથી કરી રહ્યાં. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં 5 ડિસેમ્બરથી દરરોજ અધ્યોધ્યાના મુદ્દે સુનવણી થનાર છે. આ પહેલાં 30 ઓક્ટોબર, 2008ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટે વિવાદિત ભૂમિનું ત્રણ ભાગમાં વિભાજન કરતાં બે ભાગ રામમંદિરના એડવોકેટ્સને અને એક ભાગ બાબરી મસ્જિદના એડવોકેટ્સને સોંપવાનો આદેશ કર્યો હતો. વર્ષ 1950થી અદાલતમાં આ વિવાદ ચાલી રહ્યો છે, છેલ્લા 67 વર્ષથી આ વિવાદનો કોઇ ઉકેલ આવ્યો નથી.

shri shri ravishankar

'શ્રી શ્રી મધ્યસ્થતા કરાવનારા કોણ?'

આર્ટ ઓફ લિવિંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિશંકર રામ મંદિર વિવાદમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યાં છે અને આ મુદ્દે પક્ષકારો સાથે મુલાકાત કરી રહ્યાં છે. ભાજપના પૂર્વ સાંસદ રામ વિલાસ વેદાંતીએ આ મામલે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. તેમણે કહ્યું કે, શ્રી શ્રી રવિશંકર મધ્યસ્થતા કરનાર કોણ? તમારે તમારું એનજીઓ ચલાવવું જોઇએ અને વિદેશમાંથી ભંડોળ એકઠું કરવું જોઇએ. મારું માનવું છે કે, તેમણે અખૂટ સંપત્તિ એકઠી કરી લધી છે અને તપાસથી બચવા માટે રામ મંદિર વિવાદમાં ઝંપલાવ્યું છે. તેમણે આ મામલામાં ન પડવું જોઇએ. તેઓ ઇચ્છે છે કે મંદિર અને મસ્જિદ એકસાથે બને, પરંતુ તેમની રીત અમને પસંદ નથી. તેઓ પોતાના ફાયદા માટે અયોધ્યા આવે છે. અમે શ્રી શ્રી રવિશંકરને મળવા નહીં જઇએ. આ મુદ્દે ઉકેલ કે સમાધાન ત્યારે જ થશે, જ્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને રામજન્મભૂમિ ટ્રસ્ટ ઇચ્છશે. દરેક જણ ભગવાન રામના દર્શન અર્થે અયોધ્યા આવે છે, શ્રી શ્રી રવિશંકર પણ આવે, પરંતુ સમાધાન અને સુલેહના પ્રયત્નો કરતા પહેલાં તેમણે ટ્રસ્ટ અને સંઘને મળવું પડશે. તેઓ મંદિર નિર્માણ અંગે સમાધાન કરે, પરંતુ અયોધ્યામાં મસ્જિદ અંગે કોઇ સમાધાન કરવામાં નહીં આવે. આ મામલે મધ્યસ્થતા કરવાનો કોઇ અધિકાર તેમની પાસે નથી.

ram vilas vedanti

મુસ્લિમ સંગઠનોએ માંગી ફોર્મ્યૂલા

મુસ્લિમ સંગઠનોએ અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદનો ઉકેલ પરપસ્પર વાતચીતથી લાવવા અંદે શ્રી શ્રી રવિશંકરના પ્રયત્નો સામે વધુ આશા ન રાખતાં કહ્યું હતું કે, હિંદુ આધ્યાત્મિક ગુરૂ પહેલા પોતના ફોર્મ્યૂલા રજૂ કરે, પછી જ વાત આગળ વધી શકે એમ છે. આ સંગઠનોએ વિવાદ અંગે શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વમીસ રિઝવીની સક્રિયતા અને તેમના દાવાઓને બિજરૂરી ગણાવતા કહ્યું કે, તેમને આ મામલે નિર્ણય લેવાનો કોઇ હક નથી. વિશ્વ હિંદુ પરિષદે પણ શ્રી શ્રી રવિશંકરની મધ્યસ્થતાની વિરુદ્ધ છે. વિહિપે બુધવારે કહ્યું હતું કે, પુરાતાત્વિક સાક્ષ્ય મળ્યા પછી રામ જન્મ ભૂમિ અંગે સુલેહ-સમાધાનની રટ લગાવવાનો કોઇ અર્થ નથી. અદાલત સાક્ષ્ય માંગે છે, જે હિંદુઓના પક્ષમાં છે. તો પછી વાતચીત કેવી અને શા માટે?

English summary
Sri Sri Ravi Shankar jumped into Ayodhya dispute to avoid probe into wealth:Ramvilas Vedanti.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.