દરવાજો ખોલ્યો તો બાથટબમાં બેહોશ પડી હતી શ્રીદેવી

Posted By:
Subscribe to Oneindia News

બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવી નું શનિવારે મોડી રાત્રે હોટેલ રૂમમાં નિધન થયું હતું. તેમના મૃત્યુનું કારણ કાર્ડીક અરેસ્ટ બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ તેમના મૃત્યુને લઈને મીડિયામાં ઘણા સવાલો ઉઠી રહ્યા છે. આજે બપોર સુધીમાં શ્રીદેવી નું શવ મુંબઈ પહોંચી જશે. તેમનું શવ અનિલ અંબાણીના પ્રાઇવેટ જેટમાં લાવવામાં આવી રહ્યું છે. ખલીઝ ટાઈમ્સની રિપોર્ટ અનુસાર કાર્ડીક અરેસ્ટ થતા પહેલા શ્રીદેવી તે રાત્રે પતિ બોની કપૂર સાથે ડિનર માટે તૈયાર થઇ રહી હતી.

શ્રીદેવી ને સરપ્રાઈઝ આપવા માટે ફરી દુબઇ ગયા હતા બોની કપૂર

શ્રીદેવી ને સરપ્રાઈઝ આપવા માટે ફરી દુબઇ ગયા હતા બોની કપૂર

ખલીઝ ટાઈમ્સ અનુસાર બોની કપૂર શનિવારે સાંજે લગભગ 5.30 વાગ્યે ઝુમેરા અમીરાત ટાવર્સમાં પહોંચ્યા હતા જ્યાં શ્રીદેવી રોકાઈ હતી. આપણે જણાવી દઈએ કે મોહિત મારવાહ ના લગ્નમાં હાજરી આપવા માટે આખો પરિવાર ગયો હતો. જેમાંથી કેટલાક લોકો પાછા આવી ગયા હતા. જેમાં બોની કપૂર પણ હતા. તેઓ શનિવારે શ્રીદેવીને સરપ્રાઈઝ આપવા માટે ફરી દુબઇ પહોંચ્યા હતા.

બોની કપૂરે શ્રીદેવીને ડિનર પર જવા માટે કહ્યું

બોની કપૂરે શ્રીદેવીને ડિનર પર જવા માટે કહ્યું

ખલીઝ ટાઈમ્સ અનુસાર હોટેલ રૂમમાં પહોંચ્યા પછી બોની કપૂરે શ્રીદેવીને જગાડી. ત્યારપછી બંને એ લગભગ 15 મિનિટ સુધી વાતચીત કરી. ત્યારપછી બોની કપૂરે શ્રીદેવીને ડિનર પર જવા માટે કહ્યું. શ્રીદેવી તૈયાર થવા માટે બાથરૂમમાં ચાલી ગયી.

શ્રીદેવી પાણીથી ભરેલા ટબમાં બેહોશ હતી

શ્રીદેવી પાણીથી ભરેલા ટબમાં બેહોશ હતી

લગભગ 15 મિનિટ સુધુ દરવાજો ખુલ્યો નહીં તો બોની કપૂરે ધક્કો મારીને દરવાજો ખોલ્યો બોની કપૂર બાથરૂમમાં ગયા તો જોયું કે શ્રીદેવી બાથટબ માં બેહોશ પડી હતી. બોની કપૂરે પહેલા શ્રીદેવી ને હોશમાં લાવવાની કોશિશ કરી પરંતુ જયારે શ્રીદેવી હોશમાં આવી નથી ત્યારે તેને પોતાના મિત્રને ફોન કર્યો.

શ્રીદેવીની મૌત કાર્ડીક અરેસ્ટથી નહીં પરંતુ બીજા કોઈ કારણથી થયી?

શ્રીદેવીની મૌત કાર્ડીક અરેસ્ટથી નહીં પરંતુ બીજા કોઈ કારણથી થયી?

લગભગ રાત્રે 9 વાગ્યે હોટેલમાં દુબઇ પોલીસ પહોંચી જયારે શ્રીદેવીની મૃત્યુ થઇ ચુકી હતી. ખલીઝ ટાઈમ્સ અનુસાર દુબઇ અધિકારીઓ ઘ્વારા રવિવારે સાંજે જ શ્રીદેવીનું પોસ્ટમોર્ટમ પૂરું કરી દેવામાં આવ્યું હતું અને લેબ રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી.

English summary
Sridevi lying motionless in the bathtub full of water in hotel room at dubai

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.