For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની સૃષ્ટિ રાણા બની મિસ એશિયા પેસિફિક 2013

|
Google Oneindia Gujarati News

ફરી એકવાર સુંદરતા અને ગ્લેમર વિશ્વમાં ભારતીય પરચમ લહેરાયો છે. જીહાં, ફરીદાબાદની રહેવાસી સૃષ્ટિ રાણાએ કોરિયામાં મિસ એશિયા પેસિફિક વિશ્વ 2013નો સુંદર ખિતાબ પોતાના નામે કરી લીધો છે, જેનાથી ફરી એકવાર સુંદરતાની કસોટી પર ભારતીય સુંદરતાએ કાઠું કાઢ્યું છે. સૃષ્ટિ રાણાએ આ ખિતાબ 30 ઓક્ટોબરના રોજ કોરિયામાં થયેલી સૌંદર્ય પ્રતિયોગિતામાં 49 દેશોની સુંદરીઓને પરાસ્ત કરીને હાંસલ કર્યો છે.

ફાઇનલ મુકાબલાનું પરિણામ સાંભળ્યા બાદ જીત અને ખુશીથી ભરેલી સૃષ્ટિ રાણા થોડીક ભાવુક થઇ ગઇ હતી. સૃષ્ટિ રાણાએ કહ્યું કે, તેને વિશ્વાસ નથી થઇ રહ્યો કે, તે આ એવોર્ડ જીતી ગઇ છે. આ તેના માટે એક સ્વપ્નમાં જીતવા જેવું છે, જે અંગે શબ્દોમાં જણાવવું ઘણું જ મુશ્કેલ અને અશક્ય જેવું છે.

srishtirana
સૃષ્ટિ રાણાએ આ ફાઇનલ મુકાબલામાં ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરની ડિઝાઇનથી સજેલું ગ્રાઉન્ડ પહેર્યુ હતું, જેના માટે પણ તેને સરાહના મળી હતી અને તેને નેશનલ કોસ્ચ્યુમ એવોર્ડ પણ આપવામાં આવ્યો.

જોઇએ હવે કે ખિતાબ જીત્યા બાદ આ સુંદર સૃષ્ટિ, દિયા અને જીનતની જેમ ફિલ્મી દુનિયામાં ડગ મુકે છે કે નહીં, કારણ કે ઇન્ડિયામાં એક સૌંદર્ય પ્રતિયોગિતા દરમિયાન સૃષ્ટિએ દિયા ને જીનતને પોતાના રોલ મોડલ ગણાવ્યા હતા. નોંધનીય છે કે, વિતેલા જમાનાની સેક્સ બોમ્બ જીનત અમાન અને સુંદર દિયા મિર્ઝા આ ખિતાબ જીતી ચૂકી છે અને બન્ને બૉલીવુડના ચર્ચિત ચહેરા રહ્યાં છે.

English summary
India’s representative at Miss Asia Pacific 2013, Srishti Rana won the coveted beauty pageant title defeating 49 competitors, Korea, on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X